ઝાકીર હુસૈનનો જન્મહૈદરાબાદ ૮ ફેબ્રુઆરી, ૧૮૯૭ના રોજ થયો. મૂળ તો એ અફઘાની હતા અને ડો. હુસૈનને ખાનની
ઉપાધિ પણ આપવામાં આવી હતી. જોકે બહુ ઓછા લોકો તેમને ડો. ઝાકીર હુસૈન ખાન કહીને
બોલાવતા હતા.ડો. હુસૈનના બાળપણ વખતે ઇટાલી અને તુર્કી વચ્ચે યુદ્ધ ચાલતું હતું.
તુર્કી ઈસ્લામી દેશ હતો. ભારતના મુસલમાનો તુર્કી માટે ફાળો ઉઘરાવતા હતા. હુસૈન એ
પ્રવૃત્તિમાં ખાસ્સા સક્રિય હતા. ત્યારથી જ તેમનો રાજકારણમાં રસ રોપાઈ ચૂક્યો હતો.
એક વખત ઇટાવા (ઉત્તર પ્રદેશ)ની મસ્જિદમાં એમણે ભાષણ આપ્યું. એ પછી તેમણે ફાળો
ઉઘરાવવાનો ચાલુ કર્યો. તેમના શબ્દોમાં એમણે લાગણીનાં ઈન્જેક્શનો ભર્યાં હતાં
પરિણામે એક ગરીબ વૃદ્ધે પોતાની સમગ્ર બચત ફાળામાં આપી દીધી!રાષ્ટ્રપતિકાળ દરમિયાન
જ મોત થયું હોય તેવા ડો. હુસૈન પહેલા પ્રમુખ હતા. ઉર્દુ ભાષાના ઉદ્ધાર માટે એમણે
ઘણી મહેનત કરેલી.તેઓ ભારતના પહેલા મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા.પ્રમુખ બન્યા પહેલાં જ
૧૯૬૩માં તેમને ભારતરત્નથી નવાજવામાં આવ્યા હતા.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH