ગોપાલકૃષ્ણ ગોખલેનો જન્મ મહારાષ્ટ્રના એક ગામમાં થયો હતો.
કંઠસ્થ કરવાનો તેમને શોખ તેમની મહેચ્છા તો આઇ.સી.એસ. થવાની પરંતુ સંજોગોવશાત પ્રથમ
શિક્ષક તરીકે અને પછી દેશભક્ત તરીકે તેઓ પ્રસિદ્ધ થયા. ગોખલે હંમેશા અંગ્રેજીમાં જ
ભાષણ કરતા. રાષ્ટ્રીય મહાસભાના પણ તેઓ સભ્ય હતા. ગોખલેનું અંક ગણિત પ્રસિદ્ધ થયું
અને ખૂબ વખણાયું. એમના જીવનનું શ્રેષ્ઠ પ્રદાન તો તેમણે સ્થાપેલી ‘ભારત સમાજ સેવક’ નામની સંસ્થા છે કે જેના નેજા હેઠળ
તૈયાર થયેલ અનેક ઉત્સાહી યુવકોએ સ્વતંત્રતાની લડતમાં અમૂલ્ય ફાળો આપ્યો છે.તેમનો
અને ગાંધીજીનો સંબંધ ગુરુ શિષ્યનો હતો અને એ જીવનભર ટકી રહ્યો. તા.૧૯/૦૨/૧૯૧૫ ની
રાત્રે તેમનો જીવનદીપ બુઝાઇ ગયો.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.