ભૌતિક વિજ્ઞાનના સંશોધક અને વૈજ્ઞાનિક સત્યેન બોઝનો જન્મ કલકત્તામાં ઇ.સ. ૧૮૯૪ માં થયો હતો. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી જ એમ.એસ.સી સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. પછી એ જ યુનિવર્સિટીમાં ભૌતિક વિજ્ઞાનના પ્રધ્યાપક અને અધ્યક્ષ તરીકે અવિરત સેવાઓ આપી. તેમની વિદ્વતા અને કર્તવ્ય નિષ્ઠાથી પ્રેયાઇને વિશ્વભારતી યુનિવર્સિટીએ તેમને કુલપતિ પદે નિયુક્ત કર્યા. એમને એફ.આર.એસ. નું બિરુદ પ્રાપ્ત થયું.હિંદની અનેક યુનિવર્સિટીઓએ તેમને માનાર્હ ડૉક્ટરની પદવી આપી નવાજ્યા હતા. શાંતિનિકેતનની યુનિવર્સિટીના પણ તેઓ વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા હતા. તેમનો આગ્રહ હતો કે વિજ્ઞાન માતૃભાષામાં જ શીખવું જોઇએ. પ્રો.બોઝ તા.૪-૨-૧૯૭૪ નારોજ અવસાન પામતા ભારતને મોટી ખોટ પડી. Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH