હિરણ્યાકશ્યપુ અને કયાધુના પુત્ર પ્રહ્લાદ હતો કમળ તો કાદવમાં ખીલે. જ્યારે આ કાદવ સાવ ખરાબ નહોતો અર્થાત્ વંશની રીતે જોઈએ તો હિરણ્યકશિપુ અને તેના સહોદરો જ રાક્ષસી વૃત્તિના હતા. તેમનાં પિતા, માતા વગેરે નહોતાં. આમ, હિરણ્યકશિપુ રૂપી કાદવમાં પ્રહલાદ નામનું કમળ ખીલવાનું નિશ્ર્ચિત હતું. તેથી જ્યારે તેની પત્ની કાયદુ ગર્ભવતી હતી ત્યારે તે નારદ મુનિના આશ્રમમાં ગઈ. આથી ત્યાં ગર્ભાવસ્થાથી જ પ્રહ્લાદને વિષ્ણુ ભગવાનની ભક્તિનો ઉપદેશ મળ્યો. આથી જ કહેવાય છે કે ગર્ભાવસ્થા સૌથી વધુ અગત્યનો તબક્કો સંતાન માટે છે. તમારે સંતાન સારું જોઈતું હોય તો ગર્ભાવસ્થામાં સારાં પુસ્તકો વાંચવા જોઈએ, સારા વિચારો કરવા જોઈએ .જન્મથી પ્રહ્લાદ વિષ્ણુભક્ત હતો. તેની વિષ્ણુભક્તિથી તેના પિતા નારાજ હતા. પ્રહ્લાદને વષ્ણુ ભક્તિ છોડાવવા માટે હિરણ્યાકશિપુએ ઘણાં પ્રયત્ન કર્યા. ભયાનકમાં ભયાનક પ્રયોગો કર્યા, દર વખતે પ્રહ્લાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય| નામના મંત્રથી તે છૂટી જાય છે. આખરે નરસિંહ અવતાર ધારણ કરીને હિરણ્યાકશિપુનો વિષ્ણુભગવાને વિનાશ કર્યો. આથી એક બાળકના કારણે હિરણ્યકશિપુના ત્રાસમાંથી લોકોનો છુટકારો થયો.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH