ગુજરાતી
પ્રજા પાસેથી ‘કવીશ્વર’નું બિરુદ પામનાર દલપતરામનો જન્મ
તા.- ૨૧-૦૧-૧૮૨૦ નારોજ વઢવાણમાં થયો હતો. સામાન્ય અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરેલ
આ બળકને પિતા પાસેથી સાત્વિક સંસ્કારનો વારસો મળ્યો. જેને નાનપણથી જ પદ્ય રચના કરવાનો નાદ , તેવા દલપતરામને સદભાગ્યે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓનો સત્સંગ
થયો. હાસ્યરસના નિરૂપણમાં તેમની આગવી સિદ્ધિ હતી. તેમણે ‘ ફાર્બસવિરહ’
જેવી શોક કવિતા પણ રચી. ‘ અંધેરીનગરી’ અને ‘ઊંટ કહે’ જેવી તેમની
કૃતિઓ અંત્યત લોકપ્રિય બની. નિબંધ, નાટક અને વાર્તા આ રીતે
તેઓએ ગદ્યના ૨૫ જેટલા પુસ્તકો લખ્યા છે.
બ્રિટિશ સરકારે તેમને સી.આઇ.ઇ. નો ઇલ્કાબ એનાયત કર્યો હતો. પુત્ર નાનાલાલ અને પિતા
દલપતરામે ૧૫૦ વર્ષ સળંગ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું તે ઐતિહાસિક છે. ૭૮
વર્ષની જૈફ વયે જ્યારે તેઓ ‘હરિલીલામૃત’ નામનું કાવ્ય લખી રહ્યા હતા ત્યારે
તેમનું દેહાવસાન થયું.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.