સાપુતારા : ગુજરાતનુ એકમાત્ર હિલસ્ટેશન
સાપુતારા એ ભારત દેશના ગુજરાત રાજ્યનું એકમાત્ર હવાખાવાનું સ્થળ છે. આ સ્થળ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે. આ સ્થળ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર, સહ્યાદ્રિ પર્વતમાળામાં જંગલ વચ્ચે આશરે ૧૦૦૦ મીટર જેટલી ઉંચાઇ પર આવેલું છે. આ ક્ષેત્ર ડુંગરાળ અને જંગલ વિસ્તાર છે. અહીં ઉનાળા દરમિયાન પણ તાપમાન આશરે ૩૦ ડીગ્રીથી ઓછું રહે છે.
અહીંના સ્થાનિક લોકો આદિવાસીઓ છે, જે સરકારની વિનંતીથી સાપુતારાનું વંશપરંપરાગત રહેઠાણ ખાલી કરી નવાનગર ખાતે રહેવા ગયા છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે કુકણા બોલીનો ઉપયોગ કરે છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.
જોવાલાયક સ્થળો:-
જળાશય (નૌકાવિહાર સગવડ સાથે), રોપ વે, સાપુતારાનો સાપ, સનસેટ પોઇન્ટ, સનરાઇઝ પોઇન્ટ, નવાનગર (ડાંગી સંસ્ક્રૃતિનું દર્શન) તેમ જ ઋતુંભરા વિદ્યાલય વગેરે અહીંના જોવાલાયક સ્થળો છે.

સાપુતારા સંગ્રહાલય:-
આ સંગ્રહાલયન આદિવાસી કલા અને સંસ્કૃતિ માટે વિખ્યાત છે. અહીં પ્રદર્શન મુખ્ય ૪ વર્ગોમાં વહેંચવામાં આવેલું છે આદિવાસી સંગીતવાદ્યો, આદિવાસી વસ્ત્ર, આદિવાસી દાગીના, ડાંગ વિસ્તારના પૂર્વ ઐતિહાસિક સાધનો વગેરેનો સમાવેશ થાય છે. સંગ્રહાલયમા લગભગ ૪૨૦ પ્રકારના પ્રદર્શન છે.

બગીચા:-
રોઝ ગાર્ડન, સ્ટેપ ગાર્ડન.
રોઝ ગાર્ડન, સ્ટેપ ગાર્ડન.
સાપુતારા આસપાસ પ્રવાસનના સ્થળો:-
વનસ્પતિ-ઉદ્યાન: સાપુતારાથી ૪૯ કિ.મી. દૂર, ભારતભરમાંથી ૧૪૦૦ છોડની જાતો સાથે ૨૪ હેક્ટરમાં બગીચો આવેલો છે.
⛲ ગિરા ધોધ: સાપુતારાથી ૪૯ કિ.મી. દૂર સાપુતારા-વઘઈ માર્ગ પર આવેલો છે. આ ધોધને પોતાનું આગવું સૌન્દર્ય છે. આશરે ૩૦૦ ફૂટ જેટલે ઉંચેથી, બિલકુલ સીધો જ નીચે પડે છે. ચોમાસામાં પાણી ઘણું વધારે હોય ત્યારે આ ધોધ ખૂબ ભવ્ય લાગે છે. એટલે એને ‘ગુજરાતનો નાયગરા’ કહેવાય છે.
⛺ સપ્તશૃંગી ગઢ: સાપુતારાથી ૫૦ કિ.મી. દૂર આવેલ સ્થળ.

પ્રવાસ માટેની માહિતી:-
સાપુતારા અમદાવાદથી ૪૨૦ કિ.મી., ભાવનગરથી ૫૮૯ કિ.મી., રાજકોટથી ૬૦૩ કિ.મી., સુરતથી ૧૭૨ કિ.મી., વઘઇથી ૪૯ કિ.મી., બીલીમોરાથી ૧૧૦ કિ.મી., નાસિકથી ૮૦ કિ.મી., મુંબઇથી ૧૮૫ કિ.મી.ના અંતરે આવેલું છે.

કઈ રીતે પહોચવું:-
✈ વિમાનમથક: સુરત ૧૭૨ કિમી દૂર, મુંબઇ ૨૨૫ કિ.મી. દૂર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
નેરોગેજ રેલ્વેસ્ટેશન: વઘઇ
બ્રોડગેજ રેલ્વેસ્ટેશન: બીલીમોરા
ધોરી માર્ગ: સાપુતારાથી આહવા, વઘઇ, બીલીમોરા, સુરત, વલસાડ, વડોદરા, પાટણ, અમદાવાદ, નાસિક, સપ્તશ્રુંગી ગઢ, કળવણ, શીરડી જવા માટે ગુજરાત તેમ જ મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની બસો પ્રાપ્ય છે.

ગુજરાતના એક માત્ર હિલ સ્ટેશન તરીકે સાપુતારા અનેક ખુબીઓ ધરાવે છે. અહી તળાવો, પર્વતમાળાઓ, જળધોધ જેવી કુદરતની સંપત્તિઓને અખૂટ ભંડાર છે. શું આપણે આ કુદરતને સાચવવી જોઇએ નહી!? આપણા પોતીકા આનંદ માટે કુદરતી સંપત્તિનો બગાડ કરવો કે તેને નુકશાન પહોચાડવું એક ગંભીર ગુનો છે. પ્રવાસન વિભાગ દ્વારા કાયદાઓ બનાવવામાં આવેલા છે. આપણે એક જાગૃત નાગરીક તરીકે તેનું પાલન કરીને કુદરતની આ અમૂલ્ય ભેંટનું સંવર્ધન કરવું જોઇએ.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
JOVALAYK STHALO