દિવ્યજીવનના જ્યોતિર્ધર ‘ હું માનવી માનવ થાઉ
તો ઘણું ‘ કહેનાર કવિ
ત્રિભુવનદાસ લુહારનો જન્મ
ભરૂચ પાસેના એક
નાનકડા ગામમાં થયો
હતો. ભારતના સ્વાતંત્ર્ય
સંગ્રામમાં સક્રિય સૈનિક રૂપે
જોડાયા. અરવિંદ અને
શ્રી માતાજીના દર્શનથી
એમણે અકલ્પ્ય સૃષ્ટિના દ્વાર ખુલતાં અનુભવ્યાં. સાકિત્યક્ષેત્રે સુન્દરમ-ઉમાશંકર બન્ને ‘જોદિયાભ’ તરીકે ઓળખાયા. તેમના કાવ્ય સંગ્રહો’કોયાભગતનીવાડી’, ‘કાવ્યમંગલા’, ‘વસુધા’ વગેરે પ્રગટ થયા. ટૂંકી વર્તા, પ્રવાસ વર્ણન, વિવેચનો, નિબંધો
અને અનુવાદો પણ તેમણે આપ્યા છે. તેમને સાહિત્યની અનેકવિધ સેવાની કદરરૂપે રણજીતરામ
સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક, પદ્મભૂષણ
તેમજ સરકારા તરફથી રૂ એક લાખનો શ્રી નરસિંહ મહેતા પુરસ્કાર પણ અર્પણ કરવામાં આવ્યો
હતો. જીવનભર સાધનારત અને સાહિત્યરત્ન સુંદરમનું
તા. ૧૩-૦૧-૧૯૯૧ નારોજ ઉધ્વમાર્ગે ચિરપ્રયાણ થયું.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.