બાળક એકલવ્યને બેજોડ ધનુર્વિદ્યા તથા અદ્દભૂત ગુરુ ભક્તિ માટે ઓળખવામાં આવે છે. મહાભારતનો આ પ્રસંગ છે કે દ્રોણાચાર્યએ એકલવ્યને ધનુર્વિદ્યા શિખવવાની માનાઈ કરી હતી. ત્યાર પછી જ્યારે એક વાર ગુરુ દ્રોણ કૌરવો અને પાંડવોને લઈને ફરવા નીકલ્યા તો તેની સાથે એક કુતરો પણ હતો. જ્યારે એક ઝૂપડી પાછળ આવ્યા ત્યારે તે કુતરો ભસવા લાગ્યો અને કોઈ પણ રીતે શાંત ન થયો ત્યારે થોડીવારમાં કોઈ જગ્યાએથી બાણની વર્ષા થઈ અને કુતરાનું મુખ બાણથી ભરાઈ ગયું છતાં લોહીનું એક બુંદ પણ ન પડ્યું. ત્યારે તે ઝૂપડીમાં દ્રોણાચાર્ય જોવા ગયા કે આ કેવું આશ્ચર્ય, કોણે કર્યું? જોયું તો ત્યાં એકલવ્ય હતો. પોતાની ઈચ્છાશક્તિથી તેણે આ અભૂતપૂર્વ ધનુર્વિદ્યા પ્રાપ્ત કરી હતી. પણ દ્રોણાચાર્યએ અર્જુનને શ્રેષ્ઠ ધનુર્ધારી કહ્યો હતો માટે તેનું વચન ખોટું ન પડે તે માટે તેમણે એકલવ્યનો અંગુઠો કાપી લીધો હતો. છતાં તે અંગૂઠા વગર પણ શ્રેષ્ઠ ધનુષ્યપારંગત બન્યો હતો.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH