ગેલેલિયો અજબ વૈજ્ઞાનિક, ગજબ ખગોળશાસ્ત્રી ગેલેલિયોનો જન્મ ઇટાલીના એક નગર્માં થયો હતો.પિતાની ઇચ્છા મુજબ પીસા વિશ્વવિધ્યાલયમાં તબીબી અભ્યાસમાં પ્રવેશ મેળવ્યો. એ સાથે તેમેને વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન પણ કર્યું. “એકસરખી લંબાઇ વાળા લોખંડના ગોળાના લોલકનું આંદોલન એકસરખી ગતિવાળું હોય છે.” એ નિયમ તેમણે આપ્યો. નાડીના ધબકારાનું દર માપવાનું સાધા પલ્સીમીટર તેમજ દૂરદૂરના તારાઓ અને વહાણો જોઇ શકાય તેવું દૂરબીન તેમણે બનાવ્યું. તેમના જીવનની સૌથી મોટી કરૂણતા તો એ હતી કે દૂરબીનની મદદ થી બીજાઓને આકાશની અજાયબીઓ આ મહાન ખગોળશાસ્ત્રી ઉત્તરાવસ્થાની અંધત્વને કારણે પોતે એ નજરે જોવાનો લ્હાવો ના લઇ શક્યા. તેમનો દેહવિલય તા. ૮-૧-૧૬૪૨ માં થયો હતો.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH