લાલબહાદુર શાસ્ત્રી કદના વામન પણ વિરાટ માનવ,ભારતરત્ન લાલબહાદુર શાસ્ત્રીનો જન્મ ઇ.સ. ૧૯૦૪ માં ઉત્તર પ્રદેશના એક ગામમાં થયો હતો. અભ્યાસ શરૂ કર્ય એટલામાં ગાંધીજીએ વિદ્યાર્થીઓને અસહકારની લડતમાં જોડાવા હાંકલ કરી, લાલબહાદુરે એ ઝીલી લીધી. પછી કાશી વિદ્યાપીઠમાં તત્ત્વજ્ઞાનના વિષય સાથે સ્નાતક થઇ‘ શાસ્ત્રી ‘ ની ઉપાધિ મેળવી. ત્યારથી શાસ્ત્રી તરીકે ઓળખાયા. બાકી એમની ખરી અટક તો શ્રીવાસ્તવ.ત્યારબાદ સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું. રેલ્વે તથા વાહન વ્યવહાર વિભાગના પ્રધાન નિમાયા. અન્ન કટોકટી વેળાએ દર સોમવારે એકટાણું કરવાની શરૂઆત પોતાના પરિવારથી કરી હતી. તેમણે ‘ જય જવાન જય કિસાન ‘ એવું અદભૂત સૂત્ર પણ આપ્યું. પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામ બાદ રશિયાની દરમિયાન ગીરીથી તાશ્કંદ શહેરમાં મંત્રણા માટે ગયા અને ત્યાં તા- ૧૧-૧-૧૯૬૬ ની વહેલી સવારે શાસ્ત્રીજી જીવલેણ હ્રદયરોગના હુમલાનો ભોગ બન્યા.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH