ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃતિ શરૂ કરી તેનો વિસ્તાર કરી ગુજરાતની પ્રજાને જ્ઞાન અને સંસ્કારનો સ્પર્શ કરાવનાર મોતીભાઇ અમીનનો જન્મ ઇ.સ. ૧૮૭૩ ના રોજ થયો હતો. ગ્રેજ્યુએટ થયા પછી શિક્ષક તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો અને શિક્ષણની સાથે સાથે પુસ્તકાલય પ્રવૃતિ વ્યાપક બનાવવામાં અમૂલ્ય ફાળો આપ્યો. એમના ‘પુસ્તકાલય’ માસિકે ગુજતરાતની પ્રજામાં શિષ્ટવાંચનનો શોખ વધારવાનું ભગીરથ કાર્ય કર્યું.અખિલ હિંદ પુસ્તકાલય પરિષદે ‘ગ્રંથપાલ ઉદ્યમ પિતામહ’ નું બિરૂદ આપી તેમને નવાજ્યા હતા. એ જમાનામાં રિવાજ મુજબ સ્ત્રીઓ પગરખાં પહેરી ન શકતી. આવી સ્ત્રીઓના શાય અર્થે તેમણે ‘પગરખાંની પરબ’ શરૂ કરી હતી. ગાંધીજીએ મોતીભાઇને ‘ચરોતરનું મોતી’ કહી બિરદાવ્યા હતા. તા. ૧-૨-૧૯૩૯ ના રોજ તેમનું નિધન થતાં ગુજરાતે એક અઢંગકર્મયોગી, તપસ્વી શિક્ષક અને સાધુપુરૂષ ગુમાવ્યાનો અપાર ખેદ અનુભવ્યો
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH