બનાસ ડેરી બનાસ ડેરી એ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર
ખાતે આવેલી ભારત તેમજ દૂધના ઉત્પાદનમાં એશિયાની મોટામાં મોટી ડેરી છે. તેની
સ્થાપના ઇ.સ. ૧૯૬૯ માં ગુજરાત સહકારી મંડળી (કો–ઑપરેટિવ સોસાયટી)ના કાયદા ૧૯૬૧ મુજબ રાષ્ટ્રીય ડેરી વિકાસ
નિગમ (નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ-એન.ડી.ડી.બી.)ની સહાયતાથી ઓપરેશન ફ્લડ હેઠળ થઇ
હતી. બનાસ ડેરીની સ્થાપનામાં ગલબાભાઈ
નાનજીભાઈ પટેલ નો મુખ્ય ફાળો હતો. બનાસ ડેરી અમૂલ, સાગર અને બનાસ નામો હેઠળ ઉત્પાદનો કરે છે. જેમાં અમુલ દૂધ, અમુલ માખણ, અમુલ ઘી, સાગર ઘી, અમુલ્યા પાવડર, સાગર ચા અને કોફી વ્હાઇટનર, અમુલ શક્તિ પાવડર, અમુલ આઇસક્રીમ, પેંડા, ચા વગેરેનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનો ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, આણંદ દ્વારા બજારમાં મૂકાય છે.બનાસ ડેરી ૧.૮ લાખ જેટલાં શેરધારકો ધરાવે છે, જે ૧૨૦૦ જેટલાં ગામોમાં સહકારી દૂધ મંડળીઓમાં વ્યાપેલ છે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH