શહીદ દિવસે દેશવાસીઓ દેશ માટે કુરબાની આપનાર વીર શહીદોને યાદ કરતા હોય છે. સાથે આ દિવસે આપણે એ મહાપુરુષોને પણ યાદ કરીએ છીએ જેમણે દેશને આઝાદ કરાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપી દીધું.
અમે દર વર્ષે અલગ-અલગ દિવસે શહીદ દિવસ મનાવી છીએ. તેમાથી એક દિવસ 30 જાન્યુઆરી પણ છે. આ તારીખે જ રાષ્ટ્રપિત મહાત્મા ગાંધીની ગોળી મારી હત્યા કરી નાંખવામાં આવી હતી. દર વર્ષે આપણે મહાત્મા ગાંધીની સાથે-સાથે દેશ માટે પોતાનુ બલિદાન આપનાર શદીદોને પણ યાદ કરીએ છીએ.
30 જાન્યુઆરી- શહીદ દિવસ
શહીદ દિવસના રૂપે આ તારીખ સૌથી મહત્વપૂર્ણ છે. આ દિવસે વર્ષ 1948 ના રોજ નાથુરામ ગોડસે મહાત્મા ગાંધીની હત્યા કરી નાંખી હતી. ત્યારબાદથી આપણે દર વર્ષે 30 જાન્યુઆરીને મહાત્મા ગાંધીને યાદ કરીએ છીએ. આ દિવસે વિશેષ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન પણ કરવામાં આવે છે.
કેવી રીતે મનાવાય છે શહીદ દિવસ
કેવી રીતે મનાવાય છે શહીદ દિવસ
દર વર્ષે આ દિવસે રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રક્ષા મંત્રી અને ત્રણ સેનાના પ્રમુખ રાજઘાટ સ્થિત મહાત્મા ગાંધી ની સમાધિ પર તેમને શ્રદ્ધાંજલિ આપે છે. સાથે સેનાના જવાન આ સમયે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા તેમના માનમાં પોતાના હથિયાર નીચે મુકે છે.
આ સમયે આખા દેશમાં મહાત્મા ગાંધી સહિત અન્ય શહીદોની યાદમાં બે મિનિટનું મૌન રાખવામાં આવે છે. આ દરમ્યાન વિશેષ રીતે તમામ ધર્મોના લોકો પ્રાર્થનાનું આયોજન કરે છે.
30 જાન્યુઆરી ઉપરાંત પણ દેશમાં આ તારીખોએ શહીદ દિવસ મનાવાય છે. આ દિવસે પણ આપણે શહીદો અને મહાપુરુષોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલી આપીએ છીએ.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
Vishesh din