📍 ભારત રત્ન ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે.
📍આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. આ સેવાઓમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓનો સમાવેશ થાય છે.
📍 શરૂઆતમાં આ સન્માન ફક્ત કળા, વિજ્ઞાન, સાહિત્ય અને જાહેરસેવાનાં ક્ષેત્રમાં પ્રદાન કરનારી વ્યક્તિઓને જ આપવામાં આવતું હતું. પણ ડિસેમ્બર ૨૦૧૧માં કરેલા સુધારા મુજબ આ ક્ષેત્રને વિસ્તૃત કરીને 'કોઇપણ ક્ષેત્રમાં માનવસેવાના પ્રયાસ' બદલ આપવામાં આવે છે.
📍 આ પુરસ્કારની સ્થાપના ૨ જાન્યુઆરી ૧૯૫૪ એ સમયના રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ સન્માન માટે દર વર્ષે ભારતના વડાપ્રધાન દ્વારા ભારતના રાષ્ટ્રપતિને ભલામણ કરવામાં આવે છે. દર વર્ષે વધુમાં વધુ ત્રણ નામોની ભલામણ કરી શકાય છે.
📍 આ સન્માન મેળવનારી વ્યક્તિઓને રાષ્ટ્રપતિનાં હસ્તાક્ષરવાળું એક પ્રશસ્તિપત્ર અને પીપળાનાં પાનના આકારનું સન્માનચિન્હ આપવામાં આવે છે.
📍આ સન્માન સાથે કોઇ નાણાકીય પુરસ્કાર જોડાયેલ નથી. પણ ભારતરત્ન મેળવનારી વ્યક્તિને ભારતનાં શિષ્ટાચારની યાદીમાં સાતમાં ક્રમે ગણવામાં આવે છે.
📍જોકે આ સન્માનને ઇલ્કાબની જેમ વાપરવાની બંધારણીય મનાઇ છે. આ પુરસ્કાર વડે સન્માનિત વ્યક્તિ પોતાના નામ આગળ કોઇ પદવી લખતા નથી.
📍પીપળાનાં પાન પર સૂર્ય તથા દેવનાગરી લીપીમાં ભારત રત્ન (भारत रत्न) લખેલું હોય છે.
📍 ઇ.સ. ૧૯૫૪માં આ સન્માન સહુપ્રથમ આપવામાં આવ્યું, ત્યારથી માંડીને અત્યાર સુધી કુલ ૪૫ વ્યક્તિઓને આ સન્માન મળી ચૂક્યું છે.
📍 આ સન્માન મરણોપરાંત આપવાની પહેલાં કોઇ જોગવાઇ ન હતી. પણ ૧૯૫૫ના સુધારા દ્વારા આ સન્માન મરણોપરાંત આપવાની છૂટ આપવામાં આવી. ઇ.સ.
📍૧૯૬૬માં ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને સર્વપ્રથમ મરણોપરાંત આ સન્માન આપવામાં આવ્યું.
📍 જાણીતા ક્રિકેટના ખીલાડી સચિન તેંડુલકર ફક્ત ૪૦ વર્ષે આ સન્માન મેળવી આ સન્માન મેળવનારા સહુથી યુવા વ્યક્તિ બન્યાં.
📍 જાણીતા સમાજસેવક ધોન્ડો કેશવ કર્વે૧૦૦ વર્ષની ઉંમરે આ સન્માન મેળવીને સન્માન મેળવનારા સહુથી વડીલ વ્યક્તિ બન્યાં.
📍સામાન્ય રીતે આ સન્માન ભારતના નાગરીકોને આપવામાં આવે છે.
📍
ઇ.સ. ૧૯૮૦માં ભારતની બહાર જન્મેલાં અને પાછળથી ભારતનું નાગરિત્વ મેળવનાર મધર ટેરેસાને આપવામાં આવ્યું.
📍આ ઉપરાંત બે વિદેશી નાગરીકો, પાકિસ્તાનના નાગરીક ખાન અબ્દુલ ગફાર ખાન અને દક્ષિણ આફ્રિકાના નાગરીક નેલ્સન મંડેલાને પણ આ સન્માન આપવામાં આવ્યું છે.
📍 પ્રથમ વખત
1954 : સર્વપલ્લી રાધાકૃષ્ણ
1954 : સી. રાજગોપાલચારી
1954 : સી વી રામન
📍 નોંધ : જો સૌ પ્રથમ પૂછે તો સર્વપલ્લી રાધાકૃષ્ણ ✅✅ જવાબ લખવો..
📍 1966 માં સૌ પ્રથમ મરણોપરાંત લાલ બહાદુર શાસ્ત્રી ને આપ્યો...
📍1971 માં પ્રથમ મહિલા ઇન્દિરા ગાંધી ને આપયો..
📍1990 બાબા સાહેબ આંબેડકરને
📍1991 માં સરદાર વલ્લભભાઈ પટેલને , રાજીવ ગાંધી અને મોરારજી દેસાઈ ને આપયો..
📍 1997 A.P.J અબ્દુલ કલામ ને.
📍2014 માં C.N.R.RAV અને સચિન તેંડુલકર ને
📍2015 માં મદનમોહન માલવીય અને અટલ બિહારી વજેપાઈ ને
📍2019 ✅
💢 પ્રણવ મુખરજી 46મો
💢 ભુપેન હજારીકા 47મો
💢 નાનાજી દેશમુખ 48મો
📍 અત્યાર સુધી 45 મહાનુભાવો ને મળી ગયેલ છે.
હવે બાકી 3 ને આપીને 48 થશે..
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.