ધ્રુવ
શ્રીમદ્ભાગવતપુરાણના પ્રસંગો અનુસાર બાળક ધ્રુવ પોતાના પિતા રાજા ઉત્તાનપાદના ખોળામાં બેઠેલો હતો ત્યારે અપર માતાએ તેને ઉતારી દીધો અને પોતાના દિકરાને બેસાડી દીધો. બાળક ધ્રુવ પોતાની માતા સુનીતિ પાસે ગયો. માતાએ તેના દુઃખને જાણીને, ભગવાનની ભક્તિ દ્વારા જ લોકો-પરલોકનું સુખ મેળવવાનો રસ્તો જણાવ્યો, ભગવાનની ભક્તિ દ્વારા જ લોક-પરલોકના સુખ મેળવાનો રસ્તો ઉકેલ્યો. માતાની વાતોથી જાગેલા જ્ઞાનથી બાળક ધ્રુવે ઘર છોડી દીધું.રસ્તામાં દેવર્ષિ નારદની કૃપાથી ऊं नमो भगवते वासुदेवाय મંત્રની દિક્ષા લીધી. તેના તપથી વિષ્ણુભગવાન પ્રકટ થયા. ભગવાને તેને સુખ, ઐશ્વર્ય મળે તેવું વરદાન તો આપ્યું જ પણ સાથે વરદાન આપ્યું કે નક્ષત્રલોકમાં તારો વાસ થશે અને પ્રલય કાળમાં પણ તારો નાશ થશે નહીં. આથી તે ઉત્તરમાં ધ્રુવના તારા તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH