ડૉ.ભોગરાજુ પટ્ટાભિ સીતારામૈયાનો જન્મ ઇ.સ. ૧૮૮૦ માં આંધ્રના એક ગામડામાં થયો હતો. ગામમાં જ પ્રાથમિક શિક્ષણ મેળવી નોબેલ કોલેજમાં થી એફ.એ. ની પરીક્ષા ઉતીર્ણ કરી મદ્રાસની મેડિકલ કોલેજમાંથી એમ.બી અને સી.એમ. ની ઉપાધિ સાથે ડોક્ટર બન્યા. તે સમયે ચાલતી બંગભંગ સ્વદેશી અને બહિષ્કારની ચળવળથી તેઓ અલિપ્ત રહી શક્યા નહીં. ગાંધીજીના અહિંસક સત્યાગ્રહના પ્રચાર માટે તેમણે અંગ્રેજીમાં ‘જન્મભૂમિ’ સાપ્તાહિક પણ શરૂ કર્યું. જયપુરના કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ તરીકે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે, ભારતલક્ષ્મી બેંકના સ્થાપક તરીકે, અને પત્રકાર તરીકે ડૉ.પટ્ટભિને યોગદાન આપ્યું હતું. પંદરથી પણ વધુ પુસ્તકો તેમણે લખ્યા છે. તેમનું અવસાન તા. ૧૭/૧૨/૧૯૫૯ ના રોજ થયું હતું.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH