વોલ્ટ ડિઝની એટલે કચકડાની કળાનો મહાન જાદુગર અને મિકી માઉસ જેવા હર કોઇના પ્રિય પાત્ર એવા ફિલ્મ નાયકોના સર્જક. તેમનો જન્મ શિકાગોમાં થયો હતો. ઘરના તબેલામાં સ્વંતત્ર સ્ટુડિયો બનાવ્યો અને મિકી માઉસના પાત્ર સાથેની ફિલ્મનું પ્રદર્શન થતાં જ તેને આંતરરાષ્ટ્રીય લોકચાહના મળવા લાગી. ડોનાલ્ડ ડકને કેન્દ્રમાં રાખીને ફિલ્મનું સર્જન કર્યું. ‘બામ્બી’, ‘ડમ્બો ફેન્ટાશિયા’ ફિલ્મોથી તેઓ ન્યાલ થઇ ગયા. અલાસ્કા પાસેના સીલ ટાપુની વાસ્તવિક ફિલ્મ બનાવી. તેમની ફિલ્મો મળેલ પારિતોષિકની સંખ્યા એક હજાર ઉપર થવા જાય છે. તા. ૧૫/૧૨/૧૯૬૬ માં પાંસઠ વર્ષની વયે તેમનું અવસાન થયું.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH