પંજાબ કેશરી રણજીતસિંહ નિરક્ષર હોવા છતાં પોતાના રાજ્યમાં શિક્ષણ અને
વિદ્વતાને પ્રાધાન્ય આપનાર રાજવી રણજીતસિંહનો જન્મ તા. ૦૨.૧૧.૧૭૮૦ માં શીખ
કુટુંબમાં થયો હતો. માત્ર સત્તર વર્ષની નાની વયે એમણે માતા પાસેથી રાજ્ય વહીવટ
સંભાળી લીધો હતો. તલવારથી ટેવાયેલા રણજીતસિંહ આખી જિંદગી નિરક્ષર રહેલા. એમના
સૈનિકોનો પહેરવેશ પણ યુરોપિયન જેવો હતો. એમના દરબારમાં અનેક વિદ્વાન રત્નો બિરાજતા
હતા. તેઓ સર્વધર્મો પ્રત્યે આદર રાખતા હતા. આ પંજાબ કેશરીનું ૫૯ વર્ષની ઉંમરે
અવસાન થયું.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.