ઘુમલી સોનકંસારી મંદિર
ઇતિહાસ[ફેરફાર કરો]
ઘુમલી કે ભૂમલી એ એક સમયે ગુજરાતના જેઠવા શાસકોની રાજધાની હતી. આ શહેરની સ્થાપના જેઠવા સાલ કુમારે ઈ.સ. ૭ મી સદીમાં કરી હતી.[૧]
ઈ.સ. ૧૨૨૦માં રાણા સિયાજી દ્વારા ઘુમલીને જેઠવા રાજ્યની બીજી રાજધાની તરીકે ઘોષિત કરી. તેમણે પોતાની રાજધાની શ્રીનગર (પોરબંદર)થી ખસેડી. [૨]
ઈ.સ. ૧૩૦૯ માં જાડેજા જામ ઊણાજી સિંધથી આવ્યાં અને તેમણે ઘુમલી પર ચડાઈ કરી પણ તે હારી ગયા. ત્યારે બાદ ૧૩૧૩માં તેના પુત્ર બારમાનીયાજી જાડેજાએ ફરી ઘુમલી પર ચડાઈ કરી અને રાણા જેઠવા ને હરાવી ઘુમલીને જીતી લીધી. તે જ રાતે તેના સપનામાં અંબા માતાજી પ્રગટ થયા અને કહ્યું કે તેમણે તેના પિતાની ઘુમલી જીતવાની આશા પૂરી કરી હતી આથી તે સ્થળે તેમનું મંદિર બંધાવું જોઈએ. આથી બામણીયાજી એ ઘુમલીને મધ્યમાં આવેલી ટેકરી પર મંદિર બંધાવ્યું, જેને આશાપૂરા માતા તરીકે ઓળખાવ્યા. તેણે ઘુમલીનો સંપૂર્ણ નાશા કર્યો અને તેને ખંડેરમાં ફેરવી દીધું.[૩][૪]
ઈ.સ. ૧૩૧૩ સુધી ઘુમલી જેઠવા રાજ્યની રાજધાની રહી. ૧૩૧૩માં રાણા ભાણજી જેઠવાનો એક યુદ્ધમાં પરાજય થતાં તેઓ રાણપુરા નાસી છૂટ્યાં હતાં. એમ કહેવાય છે રાણા જેઠવા સતી શોણના પ્રેમામાં પડ્યાં હતાં અને તેના શાપ થકી આ નગરીનો નાશ થયો હતો. [૫]
હાલની સ્થિતિ[ફેરફાર કરો]
આજે, ઘુમલી ગુજરાતનું એક મહત્ત્વપૂર્ણ પુરાતન સ્થળ છે. આ સ્થળે પ્રકાલિતા નવલખા મંદિર છે, જેને ગુજરાતનું સૌથી પ્રાચીન સૂર્ય મંદિર મનાય છે. આ મંદિર સોલંકી શૈલીમાં બંધાયેલું છે અને એક બીજામાં ઘૂસેલા હાથીના ત્રણ દાંત એ આ મંદિરનું ચિન્હ હતા. આ સાથે અહીં (પગથી) એક વાવ છે, જેને વિકાઈ વાવ કહે છે. તે કાઠિયાવાડમાં સૌથી મોટી વાવ છે. અહીંના ખંડેરમાં નવલખા મંદિરની અંદર એક ગણેશ મંદિર છે. તે "ઘુમલી ગણેશ" તરીકે ઓળખાય છે. આ સ્થળનું એક અન્ય આકર્ષક સ્થળ રામપોળા દ્વાર છે. [૬]
ગુજરતા સરકાર અને ભારતીય પુરાતત્વ ખાતા એ આ સ્થળના સંવર્ધનનું કાર્ય હાથ ધર્યું છે.
Tag :
JOVALAYK STHALO