કોલોસીયમ કે રોમન કોલીસીયમ, જેને શરૂઆતમાં ફ્લેવીયન ઍમ્ફીથિએટર (Latin: Amphitheatrum Flavium, Italian Anfiteatro Flavio or Colosseo), કહેવાતું તે ઇટાલીના રોમ શહેરની મધ્યમાં આવેલો ઈંડા આકારની ખૂલી રંગભૂમિ કે ઍમ્ફીથિએટર છે. તે રોમન સમ્રાજ્યમાં બનેલ સૌથી મોટી ઈમારત હતી. તે રોમન વાસ્તુકળા અને ઈજનેરીનો ઉત્તમ નમૂનો ગણાય છે.
રોમન ફોરમના પૂર્વ ભાગની જમીને રોકતી આ ઈમારતનું બાંધકામ સમ્રાટ વૅસ્પેસિઅનના કાળમાં ઈ.સ. ૭૦ અને ૯૨ વચ્ચે ચાલુ થયું અને ટાઈટસના કાળ દરમ્યાન ઈ.સ. ૮૦માં પૂર્ણ થયું. ડોમિશિઅનના કાળ દરમ્યાન (ઈ.સ. ૮૧-૯૬) સુધારા કરવામાં આવ્યાં.[૧] તેનું નામ એમ્ફીથિએટ્રમ ફ્લૅવિયમ વૅવૅસ્પેસિઅન અને ટાઈટસના કુળ નામ જેન્સ ફ્લૅવિઆ પરથે ફ્લૅવિયસ એવું ઉતરી આવ્યું છે.
૫૦૦૦૦ વ્યક્તિઓની ક્ષમતા,[૨] ધરાવતું કોલોસીયમ ખાસ કરી ગ્લેડીએટર (યુદ્ધબાજીઓ) અને જનપ્રદર્શન માટે થતો. ગ્લેડીએટર સિવાય બનાવટી દરિયાઈ યુદ્ધો, પ્રાણીઓનો યુદ્ધો, ફાંસીની સજા, પ્રસિદ્ધ યુદ્ધોની પુન:પ્રદર્શન કે રોમન પુરાણોની કથાઓના નાટકો આદિ અહીં ભજવાતાં. પૂર્વ મધ્યયુગ સુધી આનો ઉપયોગ મનોરંજન માટે થતો રહ્યો હતો. પાછળથી તે રહેઠાણ, કાર્યશાળા, કારખાના, ધર્મશાળા, કિલ્લો, ખાણ અને ખ્રિસ્તી દહેરા તરીકે સુદ્ધાં વપરાયો હતો. એમ કહેવાય છે કે કોલોસીયમમાં ખેલાતા જીવલેણ ખેલ કે બાજીઓમાં પાંચ લાખ જેટલાં લોકો અને ૧૦ લાખ જેટલાં પ્રાણીઓ મૃત્યુ પામ્યા છે.[૩][૪]
ધરતીકંપ અને પત્થર ચોરોને લીધે આજે ૨૧મી સદીમાં આ એક અર્ધખંડેર અવસ્થામાં જ અસ્તિત્વ ધરાવે છે પરંતુ તે રોમના સામ્રાજ્યવાદ અને ધરતીકંપ વિરોધી બાંધકામમાં તેમની મહારતનું ચિહ્ન બની રહ્યો છે. આજે રોમનું સૌથી પ્રખ્યાત પ્રવાસી સ્થળ છે અને રોમન કેથોલિક ચર્ચ સાથે નજીકથી સંકળાયેલ છે. દર ગુડ ફ્રાઈડેના પોપની આગેવાનીમાં એક સ્ટેશન ઓફ ધ ક્રોસ કે વે ઓફ ધ ક્રોસ નામનું મશાલ સરઘસ કોલોસીયમ સુધી કાઢવામાં આવે છે.[૫]
કોલોસીયમ ઈટલી દ્વારા કાઢવામાં આવેલ ૫ સેંટના સિક્કાઓ પર પણ જોઈ શકાય છે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
JOVALAYK STHALO