ગૌમુખ
ગૌમુખ હિંદુ ધર્મના લોકોમાં અતિ મહત્વનું તીર્થ અને ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. પ્રખ્યાત તીર્થ ગંગોત્રીથી ગૌમુખ ૧૯ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.[૧][૨] ગૌમુખનો માર્ગ થોડો વિકટ છે, ગંગોત્રીથી આઠ કિલોમીટરને અંતરે ૧૧૮૦૦ ફૂટની ઊંચાઈએ ચીડબાસા અને એથી આગળ પાંચ કિલોમીટરને અંતરે ભોજબાસા ૧૨૪૦૦ ફૂટની ઉંચાઈએ આવેલું છે. તેના માર્ગમાં ચીડ તેમજ ભોજપત્રના ઘણાં વૃક્ષો છે. ગંગોત્રી-ગૌમુખ માર્ગમાં ભોજપત્રના જંગલ પાંખાં થતાં જાય છે.
Tag :
JOVALAYK STHALO