આજે જગત ટેકનોલોજીકલ ક્રાંતિમાંથી ગુજરી રહ્યું છે પણ તે રાતોરાત થયું નથી ટેક્નોલોજીકલ પરીવર્તનોની પૂર્વાવસ્થા ઔધોગિક ક્રાંતિ હતી.ઇંગ્લેન્ડની લેન્કેશાયર કાઉન્ટીના પ્રિસ્ટન ખાતે તેમનો જન્મ થયો હતો ૧૩ સંતાનોમાં સૌથી મોટા પુત્ર રિચાર્ડને દરજીનું કામ કરતા પિતા ભણાવી શકે તેમ ન હતા તેથી ભણેલા પિતરાઈઓ પાસેથી અક્ષરજ્ઞાન પ્રાપ્ત કર્યું .તેમણે હજામ તરીકે કામ શરુ કર્યું જ્યાં વાળની વીગ બનાવવા માટે વાળ ભેગા કરવાનું કામ શરુ કર્યું વોટરપ્રૂફ વીગ પણ બનાવી દરમિયાન વણકરો અને સ્પીનર્સના પરિચયમાં આવ્યા અને વિશ્વને કાપડ ઉદ્યોગના ક્ષત્રે ક્રાંતિ ગણી શકાય તેવા સંશોધનનો પાયો નંખાયો. પોતાની શોધખોળોના પાયા પર કારખાના અને મિલો સ્થાપી અને વિશ્વમાં ફેક્ટરી પદ્ધતિના પિતાનું બિરુદ પામ્યા.જે બાળક પૈસાના અભાવે ભણી શક્યો ન હતો તે રિચાર્ડ આ પછી ઇંગ્લેન્ડના શ્રીમંતોમાં ગણાવા લાગ્યો .૧૭૯૨માં અવસાન સમયે તેઓ ૫ લાખ પાઉન્ડના માલિક હતા.બ્રિટીશ સરકારે પણ તેમને "નાઈટ"નો ખિતાબ અને "સર "ની ઉપાધિથી નવાજ્યા હતા.શૂન્યમાંથી સર્જન જેવી કહેવતનું ઉમદા ઉદાહરણ ગણાય તેવા રિચાર્ડ આર્કરાઈટનું ૩ ઓગસ્ટ ૧૭૯૨ના રોજ ૫૯ વર્ષની વયે અવસાન થયું હતું.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH