જન્મ મહુવામાં થયેલો. તેઓ ૧૯૪૨માં હાઈસ્કૂલનો અભ્યાસ છોડી અને ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયેલા.તેઓ મહુવા નગરપંચાયતના પ્રમુખ બનેલા. પછીથી તેઓ ત્યારની મુંબઈ ધારાસભાનાં સભ્ય તરીકે ચૂંટાયા. તેઓએ મુંબઈ રાજ્યથી અલગતા માટેની મહાગુજરાત ચળવળમાં પણ ભાગ લીધેલો. ૧૯૬૨માં તેઓ મહુવા મતક્ષેત્રમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા જે બેઠક તેમણે ૧૯૮૦ સુધી જાળવી રાખેલી.તેઓ પ્રજા સમાજવાદી પક્ષમાં જોડાઈ અને રાજકારણમાં દાખલ થયેલા. પછીથી તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. તેઓ ચીમનભાઈ પટેલનાં મંત્રીમંડળમાં નાણામંત્રીના પદ પર રહ્યા અને ૧૯૯૪માં ચીમનભાઈના અચાનક અવસાન પછી તેઓને મુખ્યમંત્રી તરીકેનો પદભાર સોંપાયેલો. તેઓ જનતા દળમાં થઈ જનતા પાર્ટીમાં જોડાયા. પછીથી તેઓ ફરી કોંગ્રેસમાં જોડાયા. મે, ૨૦૦૧માં તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા અને ચૂંટણી લડ્યા પણ હાર્યા. તેમનું અમદાવાદ ખાતે ૨૯ નવેમ્બર, ૨૦૦૮ના રોજ અવસાન થયું Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH