અમરનાથ | |
---|---|
અમરનાથ ગુફા મંદિર
| |
સામાન્ય માહિતી | |
સ્થાન | પહેલગામ, અનંતનાગ |
ભૌગોલિક સ્થાન | 34.2149°N 75.5008°E |
જોડાણ | હિંદુ |
દેવી-દેવતા | અમરનાથ (શિવ) |
રાજ્ય | જમ્મુ અને કાશ્મીર |
દેશ | ભારત |
વેબસાઇટ | www |
સ્થપતિ | પ્રાકૃતિક સંરચના |
મંદિરો | ૧ |
અમરનાથ હિન્દુઓનું એક મહત્વનું તીર્થસ્થળ છે. આ તીર્થધામ જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં શ્રીનગર શહેરથી ઉત્તર-પૂર્વ દિશામાં ૧૩૫ કિલો મીટર દૂર સમુદ્રતટ કરતાં ૧૩,૬૦૦ ફૂટ જેટલી ઊઁચાઈ પર આવેલી એક પહાડી ગુફામાં સ્થિત છે. આ ગુફાની લંબાઈ (અંદર તરફની ઊંડાઈ) ૧૯ મીટર અને પહોળાઈ ૧૬ મીટર જેટલી છે. ગુફા ૧૧ મીટર જેટલી ઊંચી છે.[૧] અમરનાથ ગુફા ભગવાન શિવના પ્રમુખ ધાર્મિક સ્થળોમાનું એક છે. અમરનાથને તીર્થોનું તીર્થ કહે છે કેમકે અહીં જ ભગવાન શિવે માઁ પાર્વતીને અમરત્વનું રહસ્ય સમજાવ્યું હતું.
અહીંની પ્રમુખ વિશેષતા પવિત્ર ગુફામાં બરફથી પ્રાકૃતિક શિવલિંગનું નિર્માણ થવું છે. પ્રાકૃતિક હિમથી નિર્મિત થવાને કારણે આને સ્વયંભૂ હિમાની શિવલિંગ (બર્ફાની બાબા) પણ કહે છે. અષાઢી પૂર્ણિમાથી શરૂ કરી રક્ષાબંધન સુધી પૂરા શ્રાવણ મહીનામાં થવા વાળા પવિત્ર હિમલિંગ દર્શન માટે લાખો લોકો અહીં આવે છે. ગુફાનો પરિઘ લગભગ દોઢ સો ફૂટ છે અને આમાં ઊપરથી બરફના પાણીના ટીપાં ઘણી જગ્યાએ ટપકતા રહે છે. અહીં એક એવી જગ્યા છે, જેમાં ટપકતા હિમ ટીપાંથી લગભગ દસ ફૂટ ઊંચું શિવલિંગ બને છે. ચંદ્રમાના ઘટવા-વધવા સાથે આ બરફનો આકાર પણ ઘટતો-વધતો રહે છે. શ્રાવણી પૂર્ણિમાએ તે પોતાના પૂરા આકારમાં આવી જાય છે અને અમાસ સુધીમાં ધીરે-ધીરે નાનું થઈ જાય છે. આશ્ચર્યની વાત એ છે કે આ શિવલિંગ નક્કર બરફનું બનેલું હોય છે, જ્યારે ગુફામાં સામાન્ય રીતે કાચો બરફ હોય છે જે હાથમાં લેતાં જ ચૂરેચૂરો થઈ જાય છે. મૂળ અમરનાથ શિવલિંગથી અમુક ફૂટ દૂર ગણેશ, ભૈરવ અને પાર્વતીના એવા જ અલગ અલગ હિમખંડ છે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
JOVALAYK STHALO