પ્રખર ગણિતશાસ્ત્રી રામતીર્થનો જન્મ તા. ૦૮/૧૦/૧૮૭૩ માં પંજાબના એક નાનકડા ગામમાં થયો હતો. બાળપણમાં તે ભારે જિદ્દી હતા. ગણિતમાં તેમને બહુ રસ હતો. તેમનો ગણિતનો અભ્યાસ તો એટલો ઉત્તમ પ્રકારનો હતો કે અઢાર આંકડાની સંખ્યાના સત્તર આંકડાની સંખ્યા સાથેના ગુણાકારની રકમ તરત મોં એ થી જ કહી આપતા. શાળાના પેપરમાં પૂછયેલું “તેરમાંથી કોઇ પણ નવ દાખલા ગણો.” તેમણે તેર તેર દાખલા ગણીને લખ્યું કે “તેરમાંથી કોઇ પણ નવ દાખલા તપાસો.” એમ.એ. થઇ ગણિતના પ્રધ્યાપક અને આચાર્ય બન્યા. તે દરમિયાન આધ્યાત્મિક લગની લાગી જતાં ૨૭ વર્ષની ઉંમરે તેઓ સ્વામી રામતીર્થ નામ ધારણ કરી સન્યાસી બની ગયા. Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH