કિશોરલાલ મશરૂવાળા
મહાત્મા ગાંધીના અંતેવાસી, લેખક અને કેળવણીકાર શ્રી કિશોરલાલનો જન્મ તા. ૫-૧૦-૧૮૯૦ના રોજ મુંબઇમાં
થયો હતો. બી.એ. એલએલ.બી. થઇને વકીલાત કરી. પરંતુ તેમને આર્થિક ઉન્નતિમાં રસ ન હતો.
ગાંધીજીએ તેમને અંગત મંત્રી તરીકે પસંદ કર્યા. ‘હરિજન’
પત્રના સંપાદક તરીકે સ્વતંત્ર વિચાર કરનાર તત્વજ્ઞાની તરીકે પસંદ
કર્યા. ‘શ્રીમદ ભાગવદગીતા’ નો તેમણે
કરેલો સમશ્લોકી અનુવાદ ‘ગીતાધ્વનિ’ રૂપે
પ્રસિદ્ધ થયો છે. ‘ગાંધી વિચારદોહન’,‘સ્ત્રી-પુરુષ
માર્યાદા’, ’અહિંસા’, ‘ધર્મ અને
રાજકારણ’,‘ઇશુ ખ્રિસ્ત’, ‘રામ અને
કૃષ્ણ’, ‘ગીતામંથન’ વગેરે તત્વચિંતનની
સુપ્રસિદ્ધ ગ્રંથો આપનાર એવા મહાન ચિંતકને ઇ.સ. ૧૯૫૨ માં આપણે ગુમાવ્યા
Tag :
VYAKTI VISHESH