દાંડી દરિયાતટ (બીચ)
દાંડી દરિયા તટ (બીચ) (English: Dandi Beach) ભારત દેશના ગુજરાત રાજ્યના નવસારી જિલ્લામાં દાંડી ગામ ખાતે આવેલ એક મહત્વનો બીચ છે.[૧] દાંડી દરિયાતટ અરબી સમુદ્રના દરિયાકિનારા પર આવેલ બીચ પૈકીનો એક સ્વચ્છ બીચ છે. દાંડી ગામ ઐતિહાસિક મહત્વ ધરાવે છે, જેમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ મીઠાના સત્યાગ્રહ વખતે થી સાબરમતી આશ્રમ (અમદાવાદ) થી દાંડી સુધી પદયાત્રા કરી હતી અને આ સ્થળે મીઠું ઉપાડી અંગ્રેજ શાસનનો મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો.
ગાંધી સ્મારક[ફેરફાર કરો]
આ સ્થળે મહાત્મા ગાંધીજીનાં બે સ્મારકો બનાવવામાં આવેલ છે, જે ભારતની આઝાદીના ઈતિહાસમાં દાંડી દરિયાતટનું મહત્વ દર્શાવે છે. આમાંથી એક સ્મારક ઇન્ડિયા ગેટનીપ્રતિકૃતિ છે, જે મહાત્મા ગાંધીજીની મીઠાનો કાયદો ભંગ કરવામાં મેળવેલ સફળતાની સ્મૃતિમાં બનાવવામાં આવેલ છે, જ્યારે બીજું સ્મારકમાં મહાત્મા ગાંધીનું દરિયાનો ખારો કાદવ હાથમાં પકડેલું પૂતળું બનાવવામાં આવેલ છે.[૨]
Tag :
JOVALAYK STHALO