🎲🌺👆🏿👆🏿👆🏿🌺🎲
📩➖ભારતના મિસાઈલમેન અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ નો જન્મ તા. ૧૫/૧૦/૧૯૩૧ના દિવસે તમિલનાડુના રામેશ્વરમમાં ધનુષકોડી ગામમાં એક મધ્યમવર્ગીય મુસ્લિમ પરિવારમાં થયો હતો.
📩➖તેમનું આખું નામ *અવુલ પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામ* હતું.
📩➖ડૉ. કલામે તેમના નાનપણના દિવસોમાં પૈસાની તંગીનો ખૂબ સામનો કરવો પડ્યો હતો.
📩➖અબ્દુલ કલામના પિતા માછીમારોને હોળી ભાડે આપીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા.
📩➖ડૉ.કલામના પિતા બહુ ભણેલા નહોતા, પરંતુ તેઓ મહેનતુ અને ધગશવાળા હોવાથી નાનપણથી જ કલામના જીવન ઉપર પોતાના પિતાની મહેનતનો પ્રભાવ પહેલેથી જ રહ્યો હતો. પ્રાથમિક શિક્ષણનો ખર્ચ કાઢવા માટે તેઓ ન્યુઝ પેપર વેચતા હતા.
📩➖બાળપણથી જ તેમને અંતરીક્ષ વિજ્ઞાનમાં ઊંડો રસ હતો. તેમણે ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ સેન્ટ જોસેફ કોલેજ તિરૂચિરાપલ્લી ખાતેથી કર્યો હતો.
📩➖ *ઈ.સ. ૧૯૫૮માં તેમણે મદ્રાસ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાંથી અંતરીક્ષ વિજ્ઞાનમાં ડીગ્રી મેળવી* હતી.
📩➖સ્નાતક થયા પછી તેઓ *ઈ.સ.૧૯૬૨ માં ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનમાં પ્રવેશ લીધો.*
📩➖ અંત ત્યાં તેઓએ સફળતાપૂર્વક કેટલાય ઉપગ્રહોના પ્રક્ષેપણમાં પોતાની મહત્વની ભૂમિકા ભજવી હતી.
📩➖ તેમણે *અગ્નિ મિસાઈલ અને પૃથ્વી મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.*
📩➖ સ્વદેશી ઉપગ્રહ બનાવવા અને આકાશમાં લોન્ચ કરવા ક્ષેત્રે તેમનું યોગદાન વિશિષ્ઠ હતું, તેથી તેઓ *મિસાઈલ મેન તરીકે ઓળખાયા.*
📩➖ *ઈ.સ.૧૯૮૦માં રોહિણી ઉપગ્રહને અવકાશમાં સફળતાપૂર્વક તરતો મૂકવાના કાર્યમાં તેમનું યોગદાન* હતું.
📩➖ *ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ તરીકે ચુંટાઈ આવતા તેઓ ૨૫ જુલાઈ ૨૦૦૨ થી ૨૫ જુલાઈ ૨૦૦૭ રાષ્ટ્રપતિપદે રહ્યા* હતા.
📩➖તેમને અનેક એવોર્ડ અને સન્માન એનાયત થયેલ છે.
📩➖ભારતનો સર્વશ્રેષ્ઠ *‘ ભારત રત્ન’ થી સન્માનિત* કરવામાં આવ્યા છે.
📩➖ *ઇ.સ.૨૦૧૨માં તેમનો ૭૯મો જન્મદિવસ યુનાઈટેડ નેશન્સે ‘ વિશ્વ વિદ્યાર્થી દિવસ ‘ તરીકે ઉજવ્યો* હતો.
📩➖ તેમને ડોક્ટર ઓફ ઈજનેરી, કિંગ્સ ચાલર્સ મેડલ, વીર સાવરકર એવોર્ડ, ઇન્દિરા ગાંધી એવોર્ડ વગેરે અનેક એવોર્ડથી સન્માનિત કર્યા છે.
📩➖તેમણે અનેક પુસ્તકો લખ્યા છે.
📩➖ તેમણે પોતાના જીવન ઉપર આધારિત *‘ વિગ્સ ઓફ ફાયર’ આત્મકથા લખી* છે.
📩➖તા.૨૭મી જુલાઈ ૨૦૧૫ના રોજ મેઘાલયના શિલોંગમાં એક કાર્યક્રમમાં તેમની તબિયત બગડી અને તેઓ અવસાન પામ્યા.
🏵🏝 ✏🖋 🏝🏵
⛈🌧 🌧⛈
0 C "અબ્દુલ કલામ"