કૃષ્ણલાલ શ્રીધરાણી
ગુજરાતી
સાહિત્યકાર શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીનો જન્મ ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામમાં તા.
૧૬-૦૯-૧૯૧૧ ના રોજ થયો હતો. તેમણે ભાવનગરની દક્ષિણામૂર્તિમાં અને અમદાવાદની ગુજરાત
વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું. તે પછી તેઓ રવિ ન્દ્રનાથ ટાગોર સ્થાપિત
શાંતિ-નિકેતનમાં પણ અભ્યાસ કરવા ગયા હતા. એમણે કવિતા, નાટક, વાર્તા એમ વિવિધ સાહિત્યસ્વરૂપોમાં પ્રદાન
કર્યું છે. ‘કોડિયાં’, ‘પુનરપિ’
એમના કાવ્યસંગ્રહો છે. ‘વડલો’, ‘પિયાગોરી’ અને ‘મોરનાં ઇંડાં’
એમના નાટ્યસંગ્રહો છે. ‘ઝબકજ્યોત’ નામનું એમનું નાટક ભારે જાણીતું છે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH