બબલભાઇ મહેતા
તેમન જન્મ
તા૧૦/૧૦/૧૯૧૦ ના રોજ સાયલા મુકામે થયો હતો. કૉલેજનું શિક્ષણ કરાંચીમાં પ્રાપ્ત કરી
ગુજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબ પાસે આવી સેવાકાર્યનો પ્રારંભ કર્યો. ગુજરાત વિદ્યાપીઠના
ગ્રામસેવા વિદ્યાલયમાં તાલીમ લઇ વિદ્યાપીઠની ‘ગ્રામસેવા દિક્ષિત’ પદવી મેળવી. ગુજરાતી
સાહિત્યક્ષેત્રે એમનું સ્થાન આત્મકથા લેખક, જીવનચરિત્ર લેખક અને નિબંધકારનું છે. તેઓ ગાંધીવિચારધારાએ ઘડાઇને સર્વોદય
કાર્યક્રમને વરેલા હતા અને આજીવન લોકસેવક અને રચનાત્મક કાર્યના પુરસ્કર્તા રહ્યા
હતા.જે ક્ષેત્રમાં તેઓ સક્રિય રહ્યા, જે પ્રવૃત્તિઓ તેમણે
અપનાવી હતી તેના અનુભવોથી મેળવેલું અને મનોમંથન કરી પામેલું પુસ્તકરૂપે સાકાર
કર્યું હતું. ગ્રામસેવા, લોકશિક્ષણ, ગ્રામજીવન,
ભૂદાન પ્રવૃત્તિ જેવા વિષયોને કેન્દ્રમાં રાખી સરળ ભાષામાં એમણે
સાહિત્યસર્જનનું કાર્ય કર્યું હતું તેમણે ૨૭
જેટલા પુસ્તકો લખ્યા હતાં. તા. ૨૭/૦૯/૧૯૮૧ ના રોજ તેમનું અવસાન થયું
Tag :
VYAKTI VISHESH