હાસ્યસમ્રાટ લેખકનો જન્મ ૧૯૦૧ માં સુરત ખાતે થયો હતો. કોઇપણ સમારંભમાં તેઓ ભાષણ માટે ઊભા થાય ત્યારે તેમના બોલતા પહેલા હાસ્યનું એક મોજું ફરી વળે. એટલી પ્રભાવક એમની લોકપ્રિયતા હતી. એમ.એ. નો અભ્યાસ પૂર્ણ કરી સુરતની કૉલેજમાં સંસ્કૃત અને ગુજરાતીના પ્રધ્યાપક તરીકે સેવાઓ આપી. નિવૃત થયા પછી પણ કચ્છ માંડવીની કૉલેજમાં આચાર્ય તરીકે સેવાઓ આપી હતી. મુનશીના ‘ગુજરાત’માસિક દ્વારા ઘણા લેખો લખ્યા. તેમણે ‘રંગતરંગ’ ના કુલ છ ભાગ,’રેતીની રોટલી’, ‘નજર લાંબી અને ટૂંકી’,‘બીરબલઅને બીજા’, યોગ અને પ્રયોગ’, ‘વડ અને ટેટા’,જેવા સાહિત્યનું સર્જન કર્યું. જ્યોતિન્દ્ર બોલે એટલે ગુજરાતની પ્રજા માટે હસવું ફરજિયાત બનતું. તેમને નર્મદ ચંદ્રક, રણજીતરામ સુવર્ણ ચંદ્રક, ગલિયારા પારિતોષિક, ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખ પદ અને હીરક મહોત્સવ વગેરે નામથી ગુજરાતે તેમને નવાજ્યા છે. તા.-૧૧-૦૯-૧૯૮૦ ના રોજ તેમનું અવસાન થયું. Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH