Education News, Current Affairs, G.K., TET/TAT/HTAT Materials, All Exam Result & All Job Updates By JIGAR PRAJAPTI .One Step Ahead In Education....

વિચાર વિસ્તાર

વિચાર વિસ્તાર

(૧) નિશાનચૂક માફનહિ માફ નીચું નિશાન.
આ પંક્તિમાં કવિએ આપણા જીવનના ધ્યેયને સરસ રીતે રજૂ કર્યું છે. દરેક વ્યક્તિએપોતાના જીવનમાં ઉચ્ચ ધ્યેય રાખવું જોઈએ. ઉચ્ચ ધ્યેય કદાચ ક્યારેક સિદ્ધ ન થાય એવુંબની શકેપણ નિષ્ફળતાનો ડર રાખીને નીચું ધ્યેય સ્વીકારી લેવાની વૃત્તિ યોગ્ય નથી.વિદ્યાર્થી હોયતેણે પરીક્ષામાં સારી ટકાવારી મેળવવાનું ધ્યેય રાખીને તેને હાંસલ કરવા માટે સખત મહેનત કરવી જોઈએ. પછી ભલે તેનું પરિણામ ધાર્યા પ્રમાણે ન આવે. આપણેઆપણા જીવનમાં મહારાણા પ્રતાપશિવાજી અને સુભાષચંદ્ર બોઝ વગેરે મહાપુરુષોની જેમ ઉચ્ચ આદર્શો અપનાવવા જોઈએ. વળીસ્વીકારેલા આદર્શોને પ્રાપ્ત કરવા માટે આપણે પૂરતા પ્રયત્નો પણ કરવા જોઈએ. આપણા પ્રયત્નોનું ધાર્યું પરિણામ ન આવે તોપણ તેનાથી હતાશ થવાની જરૂર નથી. નિષ્ફળતા મળવાના ડરને લીધે પહેલેથી જ નીચું અને સહેલું ધ્યેય રાખીને એમાં સફળતા મેળવનાર વ્યક્તિનું કંઈ મહત્વ નથી. અંગ્રેજી ભાષાની એક કહેવતમાં આ જ વાત રજૂ કરવામાં આવી છે : Not failure, but low aim is a crime.
(૨) અંધ ને અજ્ઞ એ બેમાં ઓછો શાપિત આંધળો,
એકાંગે પાંગળો અંધઅજ્ઞ સર્વાંગે પાંગળો.
પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ અજ્ઞાની માણસ કરતાં અંધ માણસને ઓછો શાપિત ગણાવ્યો છેકારણ કે અંધજન પાસે માત્ર એક અંગ અર્થાત્ દષ્ટિ જ હોતી નથી. જ્યારે અજ્ઞાની પાસેબધાં અંગો હોવા છતાં પોતાના અજ્ઞાનને કારણે તે સંપૂર્ણ પાંગળો હોય છે. આંધળા માણસને અંધાપા સિવાયની કોઈ લાચારી નથી હોતી. તેનું દુ:ખ આંખો પૂરતું મર્યાદિત હોય છે. આથી ઘણા અંધજનો જુદાં જુદાં ક્ષેત્રોમાં કુશળતા મેળવીને આનંદપૂર્વક જીવન જીવે છે. સાહિત્યસંગીત કે હસ્તકલામાં નિપુણતા મેળવીને તેઓ ખૂબ સારી રીતે પોતાનોજીવનનિર્વાહ કરે છે. ભક્ત કવિ સૂરદાસ અને અંગ્રેજી કવિ મિલ્ટન પણ અંધ હતા. આમ છતાં તેમનાં અનુપમ કાવ્યોને આજે પણ લોકો યાદ કરે છે. અંધ વ્યક્તિ તો રસ્તામાં ક્યારેક જ ઠોકર ખાય છે જ્યારે અજ્ઞાની વ્યક્તિ ડગલે ને પગલે ઠોકરો ખાય છે. અંધજન એક જ અંગે ખોડ ધરાવે છે જ્યારે અજ્ઞાનીનાં બધાં જ અંગો પાંગળાં હોય છે. આમકવિ કહે છે કે આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનો સતત પ્રયત્ન કરવો જોઈએ.
(૩) સૌંદર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે,
      સૌંદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે.
આ પંક્તિમાં કવિએ આપણને સૌંદર્યનું મહત્વ સમજાવ્યું છે. સૌંદર્ય એ ઈશ્વરની પ્રસાદી છે. આ પ્રસાદી પુણ્યાત્માને જ પ્રાપ્ત થાય છેપાપીને નહિ. બાગમાં ખીલતાં પુષ્પોઉષા-સંધ્યાના રંગોખેતરોમાં લહેરાતો હરિયાળો મોલનાનાં બાળકો વગેરેમાં કુદરતે મન મૂકીને સૌંદર્ય ઠાલવી દીધું છે. પરંતુ આ સૌંદર્ય આપણને માણતાં આવડવું જોઈએ. સુંદર વસ્તુનો નાશ કરીને સુંદરતાને પામી શકાય નહિ. સૌંદર્યની રક્ષા કરીને જ તેનો આનંદ માણી શકાય. સુંદર ફૂલને ચૂંટી લઈએ તો તે થોડા વખતમાં જ કરમાઈ જાય છે. સૌંદર્યનો વિનાશ થઈ જાયએવી રીતે આપણે તેના સૌંદર્યને માણી શકીએ નહિ. આપણે સૌંદર્યને ખરા અર્થમાં માણવા ઈચ્છતા હોઈએતો આપણે એવી દષ્ટિ પણ કેળવવી પડે. અર્થાત્ આપણે પોતે પણ સુંદર બનવું પડે.
(૪) ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળેતદપિ અર્થ નવ સરે,
મત્સ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ના ભરે.
યોગ્યતા વિના ઉત્તમ વસ્તુ મળે તોપણ તેનાથી કશો અર્થ સરતો નથીએ સત્ય કવિએ અહીં માર્મિક દષ્ટાંત આપીને સમજાવ્યું છે. કેટલીક વાર વ્યક્તિને સુંદર અને ઉત્તમ ચીજઅનાયાસ મળી જાય છે. પરંતુ જો મનુષ્યમાં લાયકાત ન હોય તો તેને માટે તે ઉત્તમ વસ્તુપણ નકામી નીવડે છે. બગલાને માછલાંની ભૂખ હોય છે. માછલાં એને મન સર્વસ્વ હોય છે. એવા બગલાની સામે સાચા મોતીનો ઢગલો કરવામાં આવે તો તે એમાં ચાંચ લગાવશે નહિ. બગલા માટે સાચાં મોતી પણ નિરર્થક છે. આંધળા આગળ આરસી શા કામની મર્કટને રાજગાદી પર બેસાડો તેથી શો લાભ કુપાત્ર માણસના હાથમાં અપાર સંપત્તિ આવી જાયતેથી કંઈ તેનામાં એ રૂપિયા સાચવવાની કે તેનો સદુપયોગ કરવાની યોગ્યતા કે સમજ આવી જતી નથી. રાજસિંહાસન પર બેસી જવાથી જ કોઈ માણસ નિષ્ણાત રાજનીતિજ્ઞ બની જતો નથી. અયોગ્ય માણસને અકસ્માતે જ કોઈ મૂલ્યવાન વસ્તુ કે ઉચ્ચ સ્થાન મળી જાય તોપણ એ તેને માટે છેવટે તો નિરર્થક જ પુરવાર થાય છે. સમાજમાં ઘણી વાર અયોગ્ય કે ગેરલાયક વ્યક્તિઓ સંજોગોવશાત્ ઉચ્ચ હોદ્દા પર કે ઉચ્ચ સ્થાને બેસી જાય છેપરંતુ યોગ્યતાના અભાવે છેવટે તે નિષ્ફળ જાય છે. માટે જ કોઈ પણ માણસે સારી વસ્તુની ઈચ્છા કરતાં પહેલાં તેને માટે યોગ્યતા કેળવવી જોઈએ. કવિ શ્રી કલાપીએ તેથી જ કહ્યું છે કે, ‘સૌંદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે.
(૫) મોટાં નાનાં વધુ મોટામાંતો નાનાં પણ મોટાં;
         વ્યોમ-દીપ રવિ નભબિંદુતો ઘરદીવડા શા ખોટા ?
આ કાવ્યકંડિકામાં કવિએ એવું સૂચવ્યું છે કે મોટું અને નાનું એ બે સાપેક્ષ વિશેષણો છે અને એકબીજા પર આધારિત છે. તેથી કોઈને ખૂબ મોટો ગણી તેને વધુ પડતું મહત્વઆપવાનું તેમજ કોઈને ખૂબ નાનો ગણી તેને અવગણવાનું ઉચિત નથી. ખૂબ મોટી વસ્તુની સાથે સરખામણી કરીએ ત્યારે સામાન્ય રીતે મોટી ગણાતી વસ્તુઓ પણ નાની લાગે છેજ્યારે સૂક્ષ્મ વસ્તુની સાથે તુલના કરતાં નાની વસ્તુ પણ મોટી લાગે છે. પૃથ્વી અને તેના ઉપગ્રહોની સરખામણીમાં સૂર્ય ઘણો મોટો છેપણ અનંત આકાશમાં આટલો મોટો સૂર્ય એક નાનકડા બિંદુ જેવો છેકારણ કે તેનાથી ઘણા મોટા કદના સૂર્યો બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવે છે. આ બાબત ધ્યાનમાં રાખીએ તો આપણા ઘરમાં રહેલો નાનકડો દીવો પણ મોટો જ લાગે છે. કારણ કે તે આપણા ઘરમાં પ્રકાશ પાથરી શકે છે. રાત્રે ઘરમાં ઘરદીવડો જ ઉપયોગી થાય છેસૂર્ય નહીં. વિશ્વપ્રસિદ્ધ વ્યક્તિની સાથે સરખામણી કરીએ ત્યારે એવું લાગે કે એક દેશનેતાની તો કોઈ વિસાત જ નથી. પણ એનાથી નાના ગણાતા નેતા સાથે સરખાવતાં એક દેશનેતા ખૂબ મોટી વ્યક્તિ લાગે છે. શેક્સપિયરમિલ્ટન કે કવિ કાલિદાસ જેવી પ્રસિદ્ધિ ન મળી હોવા છતાં આપણા ગુજરાતી સાહિત્યકારોએ પોતાના સર્જનકાર્ય વડે ગુજરાતને અને ગુજરાતી સાહિત્યને જરૂર શોભાવ્યું છે. આમજગતમાં નાના કે મોટાના ખ્યાલો એકદમ સાચા નથી. માણસ મોટો હોય કે નાનોદરેક વ્યક્તિનું સમાજમાં આગવું મહત્વ હોય છે. નાના ક્ષેત્રમા નાના મનાતા માણસો ખૂબ ઉપયોગી સેવા બજાવી શકે છે. તેમની એવી સેવાને આપણેબિરદાવવી જોઈએ.
(૬) હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગનાં,
     લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી
જગતમાંથી પાપોને દૂર કરવાનો સર્વોત્તમ માર્ગ આ પંક્તિઓમાં દર્શાવવામાં આવ્યો છે.માણસમાં પાપ અને પુણ્યની વૃત્તિ સ્વાભાવિક રીતે રહેલી હોય છે. તેથી આ પૃથ્વી પરઆદિકાળથી પાપનું આચરણ થતું રહ્યું છે. પાપોનો અને પાપીઓનો પ્રતિકાર કરવા માટે યુગે યુગે નવા નવા નીતિનિયમો ઘડાયા છેવિવિધ ઉપાયો કરવામાં આવ્યા છે તેમજ અવતારી પુરુષોનું આગમન કે અવતરણ થયું છેતેમ છતાં પાપોનો સમૂળગો નાશ થઈ શક્યો નથી. એનું એક કારણ એ હોઈ શકે કે વખતોવખત પાપીઓને દંડવામાં આવે છેપરંતુ પાપ કરવાની વૃત્તિ દૂર થાય એવાં રચનાત્મક પગલાં લેવાતાં નથી. ખરેખર તો પાપીઓનો નાશ કરવાની પ્રવૃત્તિ પણ પાપના આચરણ જેવી જ છે. જેમ કાદવ કે મેલને દૂર કરવા માટે નિર્મળ જળની જરૂર પડે છે તેમ પાપીઓની પાપવૃત્તિને અંતરની નિર્મળ સ્નેહવૃત્તિ વડે દૂર કરી શકાય. આત્માની સદવૃત્તિથી જ પાપવૃત્તિને અંકુશમાં રાખી શકાય. પાપીઓનો તિરસ્કાર કરવાથી કે તેમને હણી નાખવાથી પાપોમાં ઘટાડો થવાને બદલે વધારો થાય છે. પરંતુ ક્ષમાસ્નેહ અને સહાનુભૂતિ વડે પાપીઓમાં રહેલી પાપવૃત્તિને રચનાત્મક દિશામાં વાળી શકાય છે. આમમાનવીને પાપના રસ્તે દોરી જનારા સંજોગોને દૂર કરવાથી અને પાપી માણસનો વિશ્વાસ જીતી લેવાથી જગતમાંથી પાપો અવશ્ય દૂર કરી શકાય.
(૭) જે પોષતું તે મારતુંએ ક્રમ દીસે છે કુદરતી
કવિ કલાપીની આ કાવ્યપંક્તિ મનુષ્યજીવનના એક ચિરંતન સત્યનો નિર્દેશ કરે છે. સર્જનઅને વિનાશ એ કુદરતનો અનિવાર્ય ક્રમ છે. કુદરતના દરેક તત્વમાં સર્જન અને વિનાશકરવાની શક્તિ તેમજ શક્યતા રહેલી છે. જે તત્વ જીવનપોષક હોયએ જ ક્યારેક સંહારક પણ બની શકે છે. જળને જીવન કહેવાય છે. જગતની મોટા ભાગની સંસ્કૃતિઓ નદીને કિનારે પાંગરી છે. પણ જીવનપોષક જળ વડે જ અતિવૃષ્ટિ અને પૂર જેવી વિનાશકારી હોનારતો સર્જાય છે. એ જ રીતે ધરતી આપણને આધાર અને આશ્રય આપે છે. મબલખ અનાજ અને ખનીજસંપત્તિના ભંડાર ધરતી પાસેથી જ મળે છે. તેથી ધરતીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ધરતીકંપ થાય છેત્યારે એ જ ધરતીમાતા ગગનચુંબી ઈમારતોને પણ જમીનદોસ્ત કરી દે છે અને જાનમાલની ભારે ખુવારી સર્જે છે. માનવજીવન માટે અત્યંત ઉપયોગી અગ્નિ અને વાયુ ક્યારેક ભયંકર વિનાશ વેરે છે. આમ જે વ્યક્તિવસ્તુ કે તત્વ પોષક હોય છેતે જ કોઈક વખત સંહારક નીવડી શકે છેકારણ કે પોષવું અને સંહારવું એ કુદરતનો સ્વાભાવિક ક્રમ છે.
 (૮) જે કર ઝુલાવે પારણુંતે જગત પર શાસન કરે.
આ પંક્તિમાં માતાની અનન્ય મહત્તાનો ખ્યાલ આપવામાં આવ્યો છે. જગતમાં શાસનની ધુરા ભલે પુરુષવર્ગના હાથમાં હોય પણ સત્તાનો ખરો દોર માતાના હાથમાં જ રહેલો છે. એક માતા સો શિક્ષકોની ગરજ સારે છે’ એ કહેવતમાં પણ આ જ મર્મ સમાયેલો છે. માતા પોતાના સંતાનમાં નાનપણથી જ યોગ્ય સદગુણો અને સંસ્કારોનું સિંચન કરે છે. પરિણામે તેનું સંતાન મોટું થઈને ઉચ્ચ સ્થાને પહોંચે છે અને પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી શકે છે. મહાનમાં મહાન વ્યક્તિની સફળતાતેમની માતાએ તેમનામાં સીંચેલા સંસ્કારોને આભારી છે. શિવાજીનાં માતા જીજાબાઈ અને ગાંધીજીનાં માતા પૂતળીબાઈ આનાં જ્વલંત ઉદાહરણો છે. સુશીલસ્નેહાળ અને સુશિક્ષિત માતાઓએ જગતને અનેક મહાન નરરત્નોની ભેટ આપી છે. તેથી એમ કહી શકાય કે આવતી કાલનો સમાજ આજની માતાના હાથોમાં ઊછરી રહ્યો છે. ન્હાનાલાલે યથાર્થ જ કહ્યું છે, ‘નરને નિપજાવનાર નારીતું નારાયણી.
(૯) પૂજે જનો સૌ ઊગતા રવિને.
સૂર્યપૂજા એ આપણી સંસ્કૃતિનું મહત્વનું પાસું છે. બધા લોકો વહેલી સવારે સૂર્યની પૂજા કરે છે પણ સંધ્યા ટાણે આથમતા સૂર્યનો કોઈ ભાવ પૂછતું નથી. આપણા રોજિંદા જીવનમાં પણ આવો જ ક્રમ જોવા મળે છે. જેની પાસે અસાધારણ સત્તા કે સંપત્તિ હોય છેતેની આસપાસ અસંખ્ય લોકો ટોળે વળે છે. કોઈ વ્યક્તિ સજ્જનસદગુણી કે વિદ્વાન હોય પણતેની પાસે સત્તા કે સંપત્તિ ન હોય તો તેનો કોઈ ભાવ પૂછતું નથી. પોતાનો સ્વાર્થ સાધવા માટે કોઈ શક્તિશાળી વ્યક્તિની ખુશામત કરવાની વૃત્તિ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. જ્યાંથી મધ મળી શકે ત્યાં મધમાખીઓ એકઠી થાય છે. એવી જ રીતે જેની પાસેથી લાભમેળવી શકાય તેમ હોયએવી વ્યક્તિની આસપાસ અસંખ્ય લોકો ભમ્યા કરે છે. એ જ વ્યક્તિ જો પોતાનું પદપ્રતિષ્ઠા કે સંપત્તિ ગુમાવી બેસે તો તેની આસપાસ એકઠા થયેલા લોકો તેને છોડીને ચાલ્યા જાય છે. સ્વસ્થ સમાજની રચનામાં આવું વલણ હાનિકારક નીવડે છે.
(૧૦) સિદ્ધિ તેને જઈ વરેજે પરસેવે ન્હાય.
અહીં એવું જણાવવામાં આવ્યું છે કે પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શ વડે જ સિદ્ધિરૂપી સુવર્ણ પ્રાપ્ત થઈ શકે છે. સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ નથી હોતો. આ માર્ગ પર મનુષ્યને અનેક અવરોધો નડે છે. સફળતા પામતાં પહેલાં માણસેનિષ્ફળતાના ઘણા કડવા ઘૂંટડા પીવા પડે છે તેમજ અથાક અને અસીમ પરિશ્રમ કરવો પડે છે. એટલે જ એક કવિ કહે છે કે : ઉદ્યમીઓ ધૂળમાંથી સોનું શોધી જાય છે.’ સફળતા અથવા સિદ્ધિ સુધી પહોંચવા માટે કોઈ ટૂંકો માર્ગ હોતો નથી. જો કોઈ આવો માર્ગ અપનાવે તો એને સિદ્ધિ મળવાની શક્યતા જ નથી. એટલે સિદ્ધિ મેળવવા ઈચ્છતા હોઈએ તો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સાચી દિશામાં કરેલો પરિશ્રમ ક્યારેય નિષ્ફળ જતો નથી. વહેલું કે મોડું તેનું સુખદ પરિણામ આવે જ છે. મનુષ્યયત્ન અને ઈશ્વરકૃપા’ એ ઉક્તિ જાણીતી છે. પણ માત્ર ઈશ્વરકૃપાની રાહ જોઈને બેસી રહેવાથી કંઈ મળી શકે નહીં. પુરુષાર્થ વગર તો પ્રારબ્ધ પણ પાંગળું છે. જે બેસી રહે છે તેનું નસીબ પણ બેસી રહે છે. ઈશ્વર તેને જ મદદ કરે છે જે પરિશ્રમ કરવા માટે સદાય તત્પર રહે છે. આમપુરુષાર્થ કરવાથી સિદ્ધિ મળે કે ન મળેપુરુષાર્થ કર્યાનો સંતોષ અને આનંદ તો મળે જ છે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag : Essay

Search This Blog

© Copyright 2019 at www.jigarpajapati.blogspot.com

Disclaimer :
The Examination Results / Marks published in this Website is only for the immediate Information to the Examinees an does not to be a constitute to be a Legal Document. While all efforts have been made to make the Information available on this Website as Authentic as possible. We are not responsible for any Inadvertent Error that may have crept in the Examination Results / Marks being published in this Website nad for any loss to anybody or anything caused by any Shortcoming, Defect or Inaccuracy of the Information on this Website.
Back To Top