રેલ્વે જંકશનના બોર્ડ પર કેમ લખેલ
હોય છે સમુદ્ર તળથી ઊંચાઈ, જાણો તેની પાછળની
હકીકત…
ભારતીય રેલવે વિશ્વનું બીજું સૌથી મોટુ રેલવે નેટવર્ક
ધરાવે છે.ભારતીય રેલવે સ્ટેશન પર સ્થળોના
લાગેલા મોટા બોર્ડની નીચે ‘સમુદ્ર તળથી ઊંચાઈ’ કેમ લખવામાં આવે છે. આ પાછળ એક ખાસ કારણ છે.બોર્ડ પર ‘સમુદ્ર તળથી ઊંચાઈ’ લખવું માપણી કરવા માટે ઉપયોગમાં
લેવાય છે. જોકે, તેનો મુસાફરો સાથે કોઈ મતલબ નથી હતો. તેનો
ઉપયોગ ટ્રેન ચાલકો માટે કરવામાં આવે છે.બધા જ જાણે છે કે આપણી પૃથ્વી ગોળ છે.
આવામાં વૈજ્ઞાનિકોને ગણતરી કરવા માટે આવા સમુદ્ર તળનું અંતર જાણવાની જરૂર હોય છે,
જે એકસમાન રહે. આવામાં સમુદ્ર તળથી બેસ્ટ ઓપ્શન બીજો કોઈ જ નથી.
વૈજ્ઞાનિકો તેને બેસ્ટ માને છે.સમુદ્ર તળથી ઊંચાઈ લખવામાં સૌથી મોટો ફાયદો એ છે કે,
માની લો કે જો કોઈ ટ્રેન 200 મીટર ‘સમુદ્ર તળની ઊંચાઈ’થી તે 300
મીટર ‘સમુદ્ર તળની ઊંચાઈ’ પર જઈ રહી છે,
તો ચાલક તે વાતો અંદાજ આસાનીથી લગાવી શકે છે કે, તેને ટ્રેનની શું સ્પીડ વધારવાની છે, ક્યારે અને
કેટલી વધારવાની છે.આ ઉપરાંત સમુદ્ર તળના આંકડાની મદદથી ટ્રેનના ઉપર લાગેલા વિજળીના
તારોમાં એક સમાન ઊંચાઈ આપવામાં પણ મદદ મળે છે. જેનાથી વીજળીના તાર ટ્રેનના તારો
સાથે દર વખતે સંપર્કમાં ન રહે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.