કિરણ બેદી
ભારતના પ્રથમ આઈ પી એસ મહિલા અધિકારી અને મેગ્સેસ એવોર્ડ વિજેતા કિરણ બેદીનો જન્મ તા. ૯/૬/૧૯૪૭ના રોજ પેશાવર ( હાલ પાકિસ્તાન )માં થયો હતો. પિતાનું નામ પ્રકાશભાઈ પેશાવરીયા હતું. તેઓ બચપણથી અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હતા. માતાપિતા પાસેથી ધાર્મિક સંસ્કારો મળ્યા હતા. અમૃતસરની કોન્વેન્ટ સ્કૂલમાંથી શાળાનું શિક્ષણ મેળવ્યું. રાજ્નીતીશાસ્ત્રના વિષય સાથે સ્નાતકની પદવી મેળવી હતી. કોલેજના અભ્યાસકાળ દરમ્યાન કિરણને એન.સી.સી ના ‘ બેસ્ટ કેડેટ’ તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. રાજનીતિશાસ્ત્ર વિષય સાથે એમ.એ પ્રથમ નંબરે પ્રાપ્ત કર્યો હતો. ઈ.સ.૧૯૭૨ના વર્ષમાં કિરણ બેદી આઈ.પી.એસ ( ભારતીય પોલીસ સેવા)પરીક્ષા પ્રથમ નંબરે પાસ કરી દેશની પ્રથમ મહિલા આઈ.પી.એસ અધિકારી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ઈ.સ. ૧૯૯૩માં દિલ્લીની ખૂનખાર તિહાર જેલનો ચાર્જ સંભાળ્યો. સેવાકાળ દરમ્યાન જેલની સુવિધામાં અનેક સુધારા કર્યા અને કેદીઓનો સ્નેહ જીતી લીધો હતો. તેમની આગવી સૂઝ અને વિશિષ્ટ કાર્યપ્રણાલી દ્વારા તિહાર જેલની કાયાપલટ કરી નાખી. ઈ.સ. ૧૯૯૪માં ફિલીપાઈન્સની રાજધાની મનાલીમાં એમને વિશ્વવિખ્યાત ‘ રેમન મેગ્સેસ ‘ એવોદ્ર એનાયત કરવામાં આવ્યો. આ એવોર્ડ પ્રાપ્ત કરનાર વિશ્વના તેઓ પ્રથમ મહિલા પોલીસ અધિકારી હતા. ઈ.સ. ૧૯૭૫માં તેમને ‘ વુમન ઓફ ધ ઈયર’ના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત નશામુક્તિના વિષયમાં સંશોધન કરી ડોકટરેટની ડીગ્રી પણ તેમણે પ્રાપ્ત કરી હતી. પોતાના તિહાર જેલના અનુભવો વિષે પુસ્તક લખ્યું છે. તિહાર જેલના ખૂંખાર કેદીઓ પ્રત્યે પ્રેમ અને સહાનુભૂતિ દ્વારા ગુનાહિત ભાવના દૂર કરી સારા નાગરિક બનાવી સર્જનાત્મક પ્રવૃતિઓ તરફ વાળવાનું ભગીરથ કાર્ય તેમણે કરી બતાવ્યું હતું. ગયા મે માસમાં ભારત સરકારે પોંડિચેરીના ઉપરાજ્યપાલ તરીકે નિમણૂંક કરી છે.
Tag :
VYAKTI VISHESH