મોરારી બાપુ નો જન્મ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડામાં 25 સપ્ટેમ્બર , 1946 ના રોજ થયો. પિતા પ્રભુદાસ હરિયાળીને બદલે દાદાજી ત્રિભુવનદાસનો રામાયણ પ્રત્યે અસીમ પ્રેમ હતો. તલગારજાથી મહુવા તેઓ ચાલતા શિક્ષા મેળવાવા જતા હતા. 5 મીલના આ રસ્તામાં તેમણે દાદાજી દ્વારા બતાવવામાં આવેલ 5 ચોપાઈઓ રોજ યાદ કરવી પડતી હતી. આ નિયમને કારણે તેમને ધીરે ધીરે સંપૂર્ણ રામાયણ મોઢે થઈ ગયુ. આમ અત્યારે મોરારીબાપુ રામાયણના કથાકાર છે. તેમણે ભૂમિ ,જળ અને આકાશ ત્રણેય મહાભૂતોમાં કથાઓ યોજી છે.તેઓ પ્રખર રામકથાકાર છે. તેઓએ માત્ર રામાયણ જ નહી, સાહિત્યને પણ એટલું જ મહત્વ આપ્યું છે. દેશવિદેશમાં રામકથા દ્વારા સાહિત્ય અને સમાજ માટે વિધેયાત્મક પ્રદાન કર્યું છે. સાહિત્યકારોના સહયોગ થી અસ્મિતા પર્વ અને નરસિંહ મહેતા પુરસ્કાર શરૂ કર્યા. તલગાજરડામાં અસ્મિતા યુનિવર્સિટી ની સ્થપના કરી. રામના જીવન વિશે તો બધા જ જાણે છે, પરંતુ ખબર નહી કેમ બાપુની વાણીમાં એવો કયો જાદુ છે, જે શ્રોતાઓ અને દર્શકોને બાંધી મૂકે છે. તેઓ કથાના માધ્યમથી માનવ જાતિને સદ્દકાર્યો કરવા પ્રેરિત કરે છે. સૌથી મોટી ખાસિયત તો એ છે કે તેમની કથામા ન તો ફક્ત વૃદ્ધ સ્ત્રી-પુરૂષો જ હાજર રહે છે, પરંતુ યુવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહે છે. તેઓ ભારતમાં જ નહી પરંતુ વિદેશોમાં પણ માનવ કલ્યાણને માટે રામકથાની ભાગીરથીને પ્રવાહિત કરે છે. Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH