તેમને અમદાવાદની ગુજરાત કોલેજના વિદ્યાર્થી હતા. મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરાયેલ ભારત છોડો આંદોલનના પ્રથમ દિવસે એટલે કે ૯ ઓગસ્ટ ૧૯૪૨ ના રોજ ગુજરાત કોલેજની સામે ભારતીય ધ્વજ ફરકાવતી વખતે બ્રિટિશ અફસર દ્વારા તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બ્રિટિશ અફસરે તેમને ધ્વજ નીચે મૂકી દેવા કહ્યું હતું, પરંતુ કિનારીવાલાએ તેમ કરવાની ના પાડી હતી. ત્યારબાદ અફસરે ગોળી મારતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુ સમયે તેઓ ૧૮ વર્ષના હતા. ૧૯૪૭માં તેમની યાદમાં વીર વિનોદ કિનારીવાલા સ્મૃતિ અને તેમનું પૂતળું કોલેજના પ્રાંગણમાં જયપ્રકાશ નારાયણ દ્વારા જાહેરમાં મૂકવામાં આવ્યું હતું.જે માર્ગ પર તેમને ગોળી મારવામાં આવી હતી તે માર્ગને શહીદ વીર કિનારીવાલા માર્ગ નામ આપવામાં આવ્યું છે. તેમની યાદમાં દર વર્ષે ૯ ઓગસ્ટે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન તેમને શ્રધ્ધાંજલિ અર્પે છે Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH