Education News, Current Affairs, G.K., TET/TAT/HTAT Materials, All Exam Result & All Job Updates By JIGAR PRAJAPTI .One Step Ahead In Education....

Best Suvichar for studants

  • ·નવિનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃધ્ધિમાં પલટાવી શકાય છે.
  • ·શિક્ષકનું અગત્યનું મિશન છે બાળ અને યુવાચિત્તને પ્રજ્વલિતકરવાનું.
  • ·શિક્ષકનું જીવન તો અનેક દિપકોને પ્રગટાવવાનું છે.
  • ·શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.
  • ·શિક્ષણ ચોવિસ કલાકની ઉપાસના છે,લગની છે.
  • ·બાળકોને શાબાશી,પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે.
  • ·બાળક એક જ્યોત છે જેને પેટાવવાની છે.
  • ·સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલુ હીર પ્રગટાવવામાં રહેલી છે.
  • ·હું કદી શીખવતો નથી,હું તો એવા સંજોગો પેદા કરુ છું જેમાં વિદ્યાર્થી શીખે છે.
  • ·શિક્ષણ એટલે જાણવું શીખવું અનેઆચરવું.
  • ·તમે ન બોલો તમારા કામને બોલવા દો.
  • ·જ્ઞાન એ શાસ્ત્ર અને શસ્ત્ર છે.
  • ·ધ્યાન ઇશ્વરનો સાક્ષાતકાર કરવાની આંખ છે.
  • ·પ્રાર્થના ઇશ્વર પાસે પહોંચવાની પાંખ છે.
  • ·બગીચો પૃથ્વીની સંસ્કૃતિ છે.
  • ·બાળકોને વસ્તુઓ નહિ વહાલ જોઇએ છે.
  • ·દરેક બાળક એક કલાકાર છે.
  • ·વિચાર કરતાં જ્ઞાન સારુ.
  • ·બધુ જ પરિવર્તનશીલ છે,કશું પણ સ્થિર રહેતું નથી,
  • ·વિચાર વિના શીખવું તે મહેનત બરબાદ કર્યા જેવું છે વિવેક વિના વિચારવું તે ભયજનક છે.
  • ·તમારી વાણી એ તમારા વિચારોને પડઘો છે.
  • ·તમારુ વર્તન એ તમારા વિચારોનુંપરિણામ છે.
  • ·જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે.
  • ·મનથી મનન કરવું અને હાથથી કર્મ કરવું એ મનુષ્યની બે વિશેષ પ્રવૃત્તિઓ,
  • ·જીવનને છોડીને બીજું કોઇ ધન જ નથી.
  • ·ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.
  • ·.વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.
  • ·.ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.
  • ·.સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે છે.
  • ·.બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.
  • ·.આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધુ સારુ છે.
  • ·.એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.
  • ·.આજની મહેનત આવતી કાલનું પરીણામ.
  • ·.દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.
  • ·.સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન,તે સુવાસ વિનાના ફૂલ જેવું છે.
  • ·.નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.
  • ·.સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.
  • ·.સફળતા મેળવવા ચિંતા નહિ ચિંતન કરો.
  • ·.આશા એક શમણાં જેવી છે,જે ભાગ્ય જ ફળે છે.
  • ·.વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવીરૂપ છે.
  • ·.દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.
  • ·.નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.
  • ·.સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.
  • ·.એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.
  • ·.કરેલો યજ્ઞ,પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.
  • ·.અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.
  • ·.પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.
  • ·.ત્યાગથી મનની શાંતી પ્રાપ્ત થાય છે.
  • ·.જીવન સંઘર્ષનું બીજું નામ છે.
  • ·.જગતના અંધારા ફળે એ સૂર્ય,ઉરનાઅંધારા ફળે એ ધર્મ.
  • ·વર્ગનો પ્રત્યેક બાળકનાં હ્રદયમાં શિક્ષકની છબી ઝીલતી હોય છે.કેવીઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું છે.
  • ·ભાષાના પ્રભુત્વ વગર શિક્ષણ પાંગળું રહે છે.કોઇપણ માધ્યમ હોય,ભાષાની સમૃદ્ધિ અનિવાર્ય અને આવશ્યક છે.
  • ·કુવા હોય તો હવાડામાં આવે એ બરાબર છે પણ સાચું એ છે કે કુવામાં હોય એવું હવાડામાં આવે!
  • ·સાચું બોલવાની પણ એક રીત હોય છે.તે એવી રીતે બોલાવું જોઈએ કે તેઅપ્રિય ન બને.–મોરારજીભાઈ દેસાઈ
  • ·મન પંચરંગી છે.ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે.એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.–કબીર
  • ·જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી,તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી.–ડબલ્યુ એમ.ઈવાર્ટસ
  • ·બધે જ ગુણની પૂજા થાય છે,સંપત્તિની નહિ.પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.–ચાણક્ય
  • ·પરાજય શું છે?એ એક પ્રકારનું શિક્ષણ છે.કાંઈ પણ વધારે સારી વસ્તુ,સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.–વેન્ડેલ ફિલિપ્સ
  • ·હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી,પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.–સ્વામી વિવેકાનંદ
  • ·બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાનીવાત શાંતિથી સાંભળવાનો સદગુણ ઘણા થોડા માણસોમાં નજરે પડે છે.–ડેલ કાર્નેગી
  • ·સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દન વાપરો.–ખલીલ જિબ્રાન
  • ·કળા એટલે પ્રત્યેક ચીજને,એટલે કે વિચારને,વાણીને,વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી.–જે.કૃષ્ણમૂર્તિ·
  • જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી;સફળતા તેની દાસી છે.–દયાનંદ સરસ્વતી·
  • આયુ,કર્મ,સંપત્તિ,વિદ્યા અને મરણ આ પાંચ–જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે.–ચાણક્ય·
  • જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે?–બબાભાઈ પટેલ·
  • પ્રભુ છે અને સર્વત્ર છે.આ તથ્યઆપણે બોલીએ તો છીએ,પણ આપણું આચરણએવું છે કે જાણે પ્રભુ ક્યાંય છેજ નહિ.–રવીન્દ્રનાથ ટાગોર·
  • જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો.–ગુરુ નાનક
  • ·માણસ ચંદ્ર લગી પહોંચ્યો.પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધીપહોંચવાનું હજી બાકી છે.–ઉમાશંકર જોશી
  • ·કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી,આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.–હરીન્દ્ર દવે
  • ·જે મિત્ર નથી,તે શત્રુ બનતો નથીપણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે.–ડૉંગરે મહારાજ
  • ·ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી,પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે.–થોમસ પેઈન
  • ·ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે?–રવીન્દ્રનાથ ટાગોર
  • ·હું ભવિષ્યનો વિચાર કરતો નથી,કારણ હું વિચાર કરું એ પહેલાં તોએ આવી જાય છે.–આલબર્ટ આઈન્સ્ટાઈન
  • ·જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવુંછે.દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલાપડાતું નથી.–શ્રીમદ્ રાજચંદ્ર
  • ·આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે.–લાઈટૉન
  • ·મારુ જીવન એજ મારો સંદેશ છે.·.બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ
  • .·.શિક્ષકો કોઇપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે.
  • ·.વિશ્વમાં બીજો કોઇ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય.
  • ·.કેળવણી એ સરકારનું એક ખાતુ નથીપણ સરકાર એ કેળવણીની એક શાખા છે.
  • ·..જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી.
  • ·.વાંચન જેટલું બીજુ કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.
  • ·.જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.·.પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.
  • ·.માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવ સંજ્ઞાને યોગ્ય થાય છે.·.જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.
  • ·.એકવાર અંતરાત્માને વેચ્યા પછીતેને ગમે તે કિંમતે ખરીદી શકાશે નહી.·.સફળતાના પાયામાં હંમેશાં સંઘર્શ જ હોય છે.
  • ·.બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.
  • ·.ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.
  • ·.સહનશીલતા સદ્ગુણોનો આધાર સ્તંભ છે.
  • ·.વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.
  • ·.જ્યાં બુધ્ધિ શાસન કરે છે,ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.
  • ·.સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.
  • ·.ઇર્ષા આંધળી હોય છે,તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.
  • ·.નિરાશ થવું એટલે નાસ્તિક થવું.·.ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.
  • ·.સંજોગો તમારું સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.
  • ·.બાળકને ઉપદેશ નહી ઉદેહરણ જોઇએ.
  • ·.કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.
  • ·.જેને હારવાનો ડર છે તેની હાર નિશ્ચિત છે.
  • ·.મને મળી નિષ્ફળતા અનેક તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં.
  • ·.દરેક માનવીએ પોતાની જાતને જ વફાદાર રહેવું જોઇએ.
  • ·.એક આંગણું આપો,આખું આભ નહિ માગું.
  • ·.અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ.
  • ·.મારી આળસ જ મને ફુરસદ લેવા દેતી નથી.
  • ·.સ્વતંત્રતા રાષ્ટ્રનો પ્રાણ છે,ગુલામી તેની શરમ છે.
  • ·.પ્રેમ પાપીઓને પણ સુધારી શકે છે.
  • ·.આજના વિચારો આવતી કાલે બોલો.
  • ·.તમારી વર્તણુક તમારા સંસ્કારનુ પ્રતિક છે
  • .·.સદ્ગુણ વિના સુંદરતા અભિશાપ છે.
  • ·.સજા કરવાનો અધિકાર તેને છે જે પ્રેમ કરે છે.
  • ·.હાજરીમાં જે તમારાથી ડરે એ ગેરહાજરીમાં ધિક્કારે છે.
  • ·.કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.
  • ·.આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.
  • ·.સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાંછે.
  • ·.માતા બાળકની શિક્ષા,દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.
  • ·.બાળકો પ્રભુના પયગંબરો છે.
  • ·.બાળકો રાષ્ટ્રનું સુકાન છે.
  • ·.શિક્ષણથી પણ વધારે મહત્વ ચારિત્ર્યનું છે.
  • ·.ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે.
  • ·.કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.
  • .આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાનેભારરૂપ હોય છે.
  • ·.સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાંછે.
  • ·.માતા બાળકની શિક્ષા,દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે
  • .·.બાળકો સાથે સફળતાપૂર્વક કામ પાડવાનું રહસ્ય એના વડીલ ન બનવામાં રહેલું છે
  • .·જો સ્વર્ગમાં જવાની ઇચ્છા હોય તો પહેલા બાળક જેવા બનો.
  • ·.ચંદ્ર અને ચંદન કરતાં સજ્જનોની સંગતિ વિશેષ શિતળ હોય છે.
  • ·.સમય કિમતી છે,પણ સત્ય તો એથી વધુ કિમતી છે.
  • ·.જે કંઇ શીખવવાની હિંમત કરે છે,તેણે ક્યારેય શીખતાં અટકવું ન જોઇએ.
  • ·:લોભીને ગુરૂ કે મિત્ર સારા હોતા નથી.
  • ·દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ,પણ દિલમાં શું હતું એ જોવાનું છે.–ફાધર વાલેસ
  • ·આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી.–સંત તુલસીદાસ
  • ·બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી,જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે.–વિનોબાજી
  • ·વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે.–શ્રી મોટા
  • ·જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે.ચાવી લગાડી ખજાનો ઉઘાડો નહિ ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર શું છે?–શેખ સાદી
  • ·મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે?–ગોનેજ
  • ·આત્મવિશ્વાસ જ અદ્દભુત,અદશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જતમે તમારાધ્યેય તરફ આગળ વધો છો.તે જ તમારો આત્મા છે,તે જ તમારો પથદર્શક છે.–સ્વેટ માર્ડન
  • ·જીવન શાંતિ માટે છે,જ્ઞાન માટે છે,પ્રકાશ માટે છે,સેવા અને સમર્પણ માટે છે.–ધૂમકેતુ
  • ·કાંટાળી ડાળને ફૂલો જેમ સુંદર બનાવી શકે છે તેમ એક સંસ્કારી સ્ત્રી એક ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વર્ગ જેવું બનાવી શકે છે.–ગોલ્ડ સ્મિથ
  • ·ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે.–પ્રેમચંદ
  • ·દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ખોઈ નથી.–રવીન્દ્રનાથ
  • ·ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે.કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છેપણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે.–રહીમ
  • ·ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને,પોતાની જાતને,ઈશ્વરને અને સત્યને ઓળખીએ.–ગાંધીજી
  • ·જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ઠરે નહિ.–કાંતિલાલ કાલાણી
  • ·મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફ્ળ શ્રદ્ધા.શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળસેવા.–મધર ટેરેસા
  • ·માણસની આંખ જીભ કરતાં અનેક વાર વધુ કહી આપે છે;અને સાચું કહી દે છે.એના સંદેશ વાંચતા શીખીએ.–ફાધર વાલેસ
  • ·મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે.તે વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે.–રવીન્દ્રનાથ ટાગોર
  • ·તારું જો કશું યે ના હોય તો છોડીને આવતું,તારું જો બધુંયે હોય તો છોડી બતાવ તું!–રાજેશ વ્યાસ‘મિસ્કીન’
  • ·જીવન એક આરસી જેવું છે.તેના તરફમલકશો તો મોહક લાગશે,તેની સામે ઘૂરકશો તો તે બેડોળ લાગશે.–એડવિંગ ફોલિપ
  • ·કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ.–મોરારજી દેસાઈ
  • ·હિંમત એટલે શું?એનો અર્થ એ કે પરિણામની પરવા કર્યા વિના તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો.–ચાલટેન હેસ્ટન
  • ·માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે,બલકે તેમાં છે કે તે શું બની શકે તેમ છે.–ડૉ.રાઘાકૃષ્ણન
  • ·વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે.વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાનછે.–વિલિયમ જેમ્સ
  • દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે.જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે.–લોકમાન્ય ટિળક
  • ·દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે,તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે.જે પળ આપે તે કોઈ ન આપે.–ધૂમકેતુ
  • ·આપણે જેમને સહુથી વધુ ચાહીએ છીએતેમનામાં જ આપણને વધુ દુ:ખ આપવાની શક્તિ રહેલી હોય છે.–જોન ફ્લેયર
  • ·જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું દેખાય છે એવી જ રીતે શુદ્ધ મનમાં જ્ઞાન પ્રગટ થાય છે.–શંકરાચાર્ય
  • ·જીવન ટૂંકું છે અને જંજાળ લાંબીછે.જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે.–શ્રીમદ્ રાજચંદ્ર
  • ·ઉત્તમ વસ્તુની ઉત્પત્તિ ઉચ્ચ સ્થાનોમાંથી જ થાય છે.ચંચળ ને ચમકતી વીજળીની ઉત્પતિ પણ ધરતીનાતળિયેથી થોડી થાય છે?–કવિ કાલિદાસ·
  • .મનુષ્યના શરીર મન અને આત્મામાં રહેલા ઉત્તમ અંશોનુ પ્રગટીકરણ એટલે કેળવણી.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag : SUVICHAR

Search This Blog

© Copyright 2019 at www.jigarpajapati.blogspot.com

Disclaimer :
The Examination Results / Marks published in this Website is only for the immediate Information to the Examinees an does not to be a constitute to be a Legal Document. While all efforts have been made to make the Information available on this Website as Authentic as possible. We are not responsible for any Inadvertent Error that may have crept in the Examination Results / Marks being published in this Website nad for any loss to anybody or anything caused by any Shortcoming, Defect or Inaccuracy of the Information on this Website.
Back To Top