મેડમ ભિખાઈજી કામા
ભારતની સ્વતંત્રતા સંગ્રામમાં પ્રથમ મહિલા ક્રાંતિકારી તરીકેનું બહુમાન મેળવનાર મેડમ ભીખાઈજી કામાનો જન્મ ૨૪ સપ્ટેમ્બર ૧૮૬૧ ના રોજ મુંબઈના એક શ્રીમંત પારસી પરિવારમાં થયો હતો. પિતાનું નામ સોરાબજી ક્રામજી પટેલ અને માતાનું નામ જીજીબાઈ હતું. સોરાબજી મુંબઈના જાણીતા વેપારી હતા. ભીખાઈજી કામા એલેક્ઝાન્ડર પારસી ગર્લ્સ સ્કૂલમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. શાળાના અભ્યાસ દરમિયાન

ભીખાઈજી તેજસ્વી વિદ્યાર્થીની તરીકે વર્ગમાં પ્રથમ આવતા હતા. નાની ઉમરથી જ દેશપ્રેમના બીજ તેના માનમાં રોપાઈ ચૂક્યા હતા.
બ્રિટીશ જુલમશાહીનો પહેલેથી જ વિરોધ કરી પોતાના દીન દુ:ખીયા ભાઈ બહેનોની સેવા કરવાનું તેને મનોમન નક્કી કરી દીધું હતું. સમાજસેવાની સેવા તેને પોતાના શાળા કોલેજના વર્ષો દરમિયાન જ શરૂ કરી દીધું હતું.

તેમણે ઈ.સ. ૧૯૦૫માં વંદે માતરમ નામનું ક્રાંતિકારી અખબાર જીનીવાથી શરૂ કર્યું હતું.
ઈ.સ. ૧૯૦૭માં વિદેશ ભૂમિ (જર્મની) ઉપર યોજાયેલા આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં બધા દેશો દ્વારા પોતપોતાના રાષ્ટ્રીયધ્વજ લહેરાવ્યો હતો. તેની સાથે આ બાનુએ ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો. આ ધ્વજમાં સૂર્ય ચંદ્ર અને સપ્તર્ષિના સાત તારાઓનું પ્રતીક હતું તેમજ ધ્વજની વચ્ચે દેવનાગરી લિપિમાં ‘વંદે માતરમ’ લખ્યું હતું.

તેમણે વિદેશની ધરતી પર ભારતીય ધ્વજ ફરકાવતા નિડરતાથી ઘોષણા કરતા કહ્યું હતુ કે, 'આ ભારતીય સ્વતંત્રતાનો ધ્વજ છે. હું તમામ સભાસદોને આહવાહન કરૂ છું કે ઉઠો... હું દુનિયાભરના તમામ સ્વતંત્રતાના ચાહકોને આ ધ્વજ સાથે સહભાગી થવાની અપિલ કરૂ છું. વંદે માતરમ્....વંદે માતરમ્...'
ઈ.સ. ૧૯૩૬માં ૧૩મી ઑગસ્ટના રોજ મુંબઈની એક પારસી હૉસ્પિટલમાં તેમનું અવસાન થયુ હતું.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH