કાગળો જોડવા માટે પિન મારવાનું સ્ટેપલર જાણીતું સાધન છે. દબાણ અને ઉચ્ચાલનના સિદ્ધાંત પર કામ કરતું આ સાદું મશીન છે. તેનો ઈતિહાસ જાણવા જેવો છે.૧૮મી સદીમાં ફ્રાન્સમાં કિંગ લુઈસના દરબારમાં કાગળોને જોડવા માટે સ્ટેપલર જેવું પ્રથમ સાધન બનેલું. જેમ જેમ કાગળનો વપરાસ વધ્યો તેમ તેમ પિનની જરૂરિયાત વધી. ઈ.સ. ૧૮૬૬માં જ્યોર્જ મેકગીલ નામના કારીગરે સિલાઈ મશીન જેવું મોટું સ્ટેપલર બનાવ્યું. તેમાં પીન ખોસવાની સગવડતા હતી. પીન ખોસીને દબાણથી આપોઆપ બીડાઈ જાય તેવું સ્ટેપલર ઈ.સ.૧૮૭૭માં હેન્ની હેઈલ નામનાં કારીગરે બનાવ્યું. આ સ્ટેપલર મોટું અને વજનદાર હતું.તેમાં પિન નહી પણ ધાતુનો સળંગ તાર વપરાતો. તાર કપાઈને તેનો ટુકડો કાગળમાં જોડાઈ જતો. તેને પેપર ફાસ્ટનર કહેતા.૧૯૦૧માં સ્ટેપલર શબ્દ પ્રચલિત થયો. ત્યારબાદ ઘણાં સ્ટેપલર વિકસ્યા આજે પ્લાસ્ટિક કે લાકડાં ઉપર પીન મારવા માટે સ્ટેપલર ગન પણ બની છે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
JANVA JEVU