મંગલ પાંડેનો જન્મ ઉત્તરપ્રદેશના બળિયા જિલ્લાના નાગવા ગામ ખાતે તારીખ ૧૯ જુલાઈ, ૧૮૨૭ના રોજ થયો હતો.બાવીસ વર્ષની ઉંમરે મંગલ પાંડે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનીઆર્મી સાથે જોડાયા હતા.ભારતની આઝાદીની પહેલી લડાઈ એટલે ૧૮૫૭ના વિપ્લવની શરૃઆતમંગલ પાંડેથી થઈ. તે સમયે ભારત બ્રિટિશ શાસન હેઠળ દબાયેલું હતું. મંગલ પાંડે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આર્મીસાથે જોડાયેલા હતા. ત્યારે કંપનીએ ગાય અને ડુક્કરની ચરબી લગાડેલી કારતૂસ ઉપયોગમાં લેવાની શરૃઆત કરી. મંગલ પાંડે એક જાણીતા અને રૃઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારના પુત્ર હતા. તેમના માટે ગાય પૂજનીય માતા સમાન હતી.તે સમયે કારતૂસને ફોડવા માટે તેના પર રહેલી ચરબીને મોઢેથી ખેંચવાની રહેતી. મંગલ પાંડેએ તે વાતનો વિરોધ કર્યો અને કારતૂસનો ઉપયોગ કરવાની ના કહી દીધી.જેના પરિણામ સ્વરૃપ તેમની વર્દી ઉતારી લેવાનો અને હથિયાર છીનવી લેવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો.મંગલ પાંડેએ તે આદેશ માનવાનો સાફ ઇન્કાર કરી દીધો. ૨૧ માર્ચ,૧૮૫૭ના રોજ મંગલ પાંડેની જડતી માટે મેજર હ્યુસન આવ્યા. જેના પર મંગલ પાંડેએ આક્રમણ કરી દીધું. આ આક્રમણ પહેલાં મંગલપાંડેએ તેમના સાથીઓને તેમનેસહકાર આપવા માટે કહ્યું હતું, પણ કોર્ટ માર્શલની બીકને કારણે તેમના સાથીઓએ તેમને મદદ કરી ન હતી. મંગલ પાંડેએ તેમની જ રાઇફલથી મેજર હ્યુસનને મોતને ઘાટ ઉતારી દીધા.મંગલ પાંડેના આ વિદ્રોહને કારણે અંગ્રેજ ઓફિસરોએ તેમને પકડી લીધા. તેમના પર કોર્ટ માર્શલ દ્વારા કેશ ચલાવવામાં આવ્યો. જેના પરિણામ સ્વરૃપ તેમને ૬ એપ્રિલ, ૧૮૫૭ના રોજ ફાંસી આપવાની હતી, પરંતુ મંગલ પાંડેની ચળવળને પરિણામે લોકોમાં જુવાળ ફાટી નીકળ્યોહતો. બ્રિટિશ સરકાર કૂટનીતિ વાપરીને મંગલ પાંડેને જે દિવસે ફાંસી આપવાની હતી, તેના દસ દિવસ પહેલાં એટલે કે૮ એપ્રિલ, ૧૮૫૭ના રોજ તેમને ફાંસીએ લટકાવી મોતને ઘાટ ઉતારી દીધા.૧૮૫૭ માં બળવો ફાટી નીકળ્યા અગાઉના ઘટનાઓ એક મહત્વનો ભાગ ભજવી જે એક ભારતીય સૈનિકહતા. પાંડે ને વ્યાપક આધુનિકભારતમાં સ્વાતંત્ર્ય સેનાની તરીકે ગણવામાં આવે છે. ૧૯૮૪ માં ભારત સરકારે તેમને ઉજવણી માં એક પોસ્ટેજ સ્ટેમ્પ બહાર પડ્યા હતા. તેમના જીવન અને ક્રિયાઓ પણ ઘણા સિનેમેટિક નિર્માણ માં દર્શાવવામાં આવી છે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.મંગલ પાંડે
Tag :
VYAKTI VISHESH