કલ્પના ચાવલા નો જન્મ ૧૭મી માર્ચ ૧૯૬૨ ના રોજ પંજાબમાં કર્નાલમાં થયો હતો. તેઓ પ્રથમ ભારતીય મૂળના અમેરિકી અવકાશયાત્રી હતા. તેમના પિતાનું નામ બનારસીલાલ ચાવલા અને માતાનું નામ સંજ્યોતિ ચાવલા હતું.તેમણે જ્યાન પીયર હેરીસન નામના અવકાશયાત્રી સાથે લગ્ન કર્યા હતા. તેમણે એરોસ્પેસ એન્જીનિયરરિંગમાં પીએચ.ડી ની પદ્મિ મેળવી હતી .૧૯૯૪માં તેઓ નાસામાં અવકાશયાત્રી તરીકે પસંદગી પામ્યાં.૧૯૯૫ માં તેઓ નાસાના અવકશિયાત્રી કોપર્સમાં જોડાયા .૧૯૯૭માં તેમણે પ્રથમ અવકાશી ઉડાન ભરી.તેણે મિશન STS- ૮૭ ઉપર ' પ્રાઈમ રોબોટિક આર્મ ઓપરેટર ' તરીકે ફરજ બજાવી તેઓ અવકાશી ઉડાન ભરનાર પ્રથમ ભારતીય મહિલા અને બીજી ભારતીય વ્યક્તિ હતાં. જાન્યુઆરી,૨૦૦૩ માં કોલંબિયાના મિશન STS- ૧૦૭ પર તેમણે બીજી વાર અવકાશી ઉડાન ભરી. ૧ ફેબ્રુઆરી ,૨૦૦૩ ના રોજ પૃથ્વી ના વાતાવરણમાં ફરી પ્રવેશ દરમિયાન 'સ્પેસશટલ કોલંબિયા'દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH