· સોનેરી સુવિચાર
o સત્ય જ જગતનો સાર છે. એનાથી વિશ્વ ટકે છે. એના પર સોનાના ઢાંકણાનું આવરણ આવી જાય તો તે હટાવી સત્યને પામવું તે છે સાધના.
o ભૂતકાળનો વિચાર ન કરો, તે તો વહી ગયેલો છે. ભવિષ્ય આપણા હાથમાં નથી. વર્તમાનને ઉત્તમ રીતે જીવો ને ત્રણે કાળના સ્વામી બનો.
o પરમેશ્વર અંદરથી સૂચના આપ્યા કરે છે, એથી વધારે બીજું કંઈ તે કરતો નથી.
o માણસ ધારે છે કંઈ ને થાય છે કંઈ, માણસની ઈચ્છા અને યોજના કામ આવતી નથી. બુદ્ધિપૂર્વકનું કાર્ય દૈવ પ્રતિકૂળ હોય તો નિષ્ફળ જાય છે.
o મેલાં ને ઢંગધડા વિનાનાં કપડાંથી જો આપણને શરમ આવતી હોય તો પછી મેલાં ઢંગધડા વિનાનાં વિચારોથી તો આપણે સવિશેષ શરમાવું જોઈએ.
o આજે મોટાભાગના લોકો જેને સુખ માને છે તે ખરેખર તો બીજું કંઈ નહિ, માત્ર એમની ઈચ્છાઓની પૂર્તિ છે.
o મેં આટલું કર્યું અને એણે આટલું કર્યું એવી કામની ગણતરી કરનાર કામ તો બગાડે છે,પણ માનવતાને લુપ્ત કરે છે.
o માનવ જીવન અટપટું છે. કામ, ક્રોધ, લોભ, મોહનો નચવ્યો તે નાચે છે. છતાં તે માને છે કે હું જીવું છું. વિકારોથી ખરડાયેલું જીવન સાચું જીવન નથી. એક વિકાર શમે કે બીજો પેદા થયા વગર રહેતો નથી. વિકારની તૃપ્તિથી જે સુખ અનુભવાય છે તે ક્ષણિક છે. તેની સાથે દુ:ખ જોડાયેલું જ છે. નિર્વિકાર અવસ્થા જ સાચા સુખની ક્ષણ છે.
o મન ભારે વિચિત્ર છે. ભાવિની કલ્પના કરી દોડાદોડી કરે છે. તે જ આપણને થકવી નાખે છે. જે ક્ષણે જે જીવન જીવાતું હોય તે ક્ષણે તેની સાથે એકરૂપ થઈ જીવવામાં જીવનનો આનંદ છે. ઈન્દ્રીયના સુખોથી તે અનેકગણું ઊંચું છે.
o વર્તમાનમાં જીવો. સહજ અને સારી રીતે જીવો. તેને ઈશ્વરની ઉત્તમ ભેટ સમજી જીવો. આવું જીવન છે યોગ.
o ગાડીમાં બેઠા પછી પોટલાનો ભાર આપણે ઉપાડવો પડતો નથી. ઈશ્વર (અનંત ચેતના) ની ગાડીમાં ચઢી બેસી હળવા ફુલ થઈ જાવ.
· સમય-Time Management
o જે સમય ચિંતામાં જાય છે તે કચરાપેટીમાં જાય છે અને જે સમય ચિંતનમાં જાય છે તે તિજોરીમાં જમા થાય છે
o યોગ્ય સમય પર કરેલું નાનું કામ પણ બહુ ઉપ્કારી હોય છે જયારે સમય વહી ગયા પછી કરેલું મહાન કાર્ય પણ વ્યર્થ હોય છે
o પતંગિયું થોડીક ક્ષણો માટે જીવે છે તોય એની પાસે પુરતો સમય હોય છે
o તમને જીવન પ્રત્યે પ્રેમ છે ? જો હા તો પછી સમય ગુમાવશો નહિ, કારણકે જીવન સમયનું બનેલું હોય છે
o આનંદ અને કર્મ કૌશલ્યથી કલાક નાના લાગે છે
o જે સમયને વેડફે છે સમય તેને વેડફે છે
o જે મિનીટ જાય છે તે પછી પાછી આવતી નથી એ જાણવા છતાય આપને કેટલી બધી મીનીટો વેડફી દઈએ છીએ
o સમય મહાન ચિકિત્સક છે
o મીનીટોની ચિંતા કરો, કારણકે કલાકો તો પોતાની ચિંતા સ્વયં કરી લેશે
o સમય આવ્યા વગર વજ્રપાત થાય તો પણ મૃત્યુ નથી થતું અને સમય આવી જતા પુષ્પ પણ પ્રાણ લઇ શકે છે
o સમયથી પહેલા અને ભાગ્યથી વધુ ક્યારેય મળતું નથી
o સમયનો જે મહતમ ઉપયોગ કરી જાણે છે તે જ સફળ છે અને તે જ સુખી છે
o સમય અને સમુદ્રની ભરતી કોઈની વાટ જોતા નથી
o સમય આપણને શાણા બનાવે એ પહેલા આપણે સમયસર શાણા બની જવું જોઈએ
· કીર્તિ / નામના / યશ
o કીર્તિ એવી ચીજ છે જે માણસે કમાવી પડે છે અને ગૌરવ એવી ચીજ છે જે વ્યક્તિએ ખોવી ન જોઈએ.
o નામમાં શું છે ? ગુલાબને ગમે તે નામે બોલાવો સુગંધ તો તેવી જ આવવાની છે.
o તમે પ્રતિષ્ઠાને લાયક બનો અને તમને પ્રતિષ્ઠા ન મળે તો તે ચાલશે પણ પ્રતિષ્ઠાને પાત્ર બન્યા વિના જ પ્રતિષ્ઠા મળે તો તે નુકશાનકારક છે.
o ધન અને સ્ત્રી છોડવા સહેલા છે પણ પ્રતિષ્ઠાનો મોહ છોડવો મુશ્કેલ છે.
o કીર્તિ એ મહાનતાની પડતીની શરૂઆત છે.
o આત્માના અવાજ પ્રમાણે જીવન જીવવાથી જ કીર્તિ પ્રાપ્ત થાય છે.
o કીર્તિનો નશો પાયમાલ કરી નાખે તેવો હોય છે.
o જેઓ અનિત્ય શરીરમાં રહેતા હોવા છતાં નિત્ય યશ પ્રાપ્ત કરે છે તેઓ જ ખરા બુદ્ધિશાળી છે.
o પ્રતિષ્ઠા મેળવવા વર્ષો મહેનત કરવી પડે છે જયારે કલંક એક ક્ષણમાં જ લાગી જાય છે.
o જેની કીર્તિ નષ્ટ થઇ જાય છે તેનું જીવન જ નષ્ટ થઇ જાય છે.
o જે પોતાનું નામ પોતાના કર્મોથી બનાવે તે જ ઉત્તમ માણસ.
o જીવનનો એક યશપૂર્ણ કલાક કીર્તિરહિત યુગોથી વધુ ચઢિયાતો છે.
o પ્રસિદ્ધ થવાની એક મોટી શિક્ષા એ છે કે માણસે નિરંતર ઉન્નતશીલ રહેવું પડે છે.
o બધા પ્રકારની કીર્તિ જોખમી છે. સારી કીર્તિથી ઈર્ષા પેદા થાય છે અને ખરાબ કીર્તિથી શરમ ઉત્પન્ન થાય છે.
o છાનું છપનું ભલું કરજો અને કીર્તિનું રૂપ ધારણ કરે ત્યારે સંકોચ પામજો.
o બીજાની નજરમાં જેવા દેખાવા ઈચ્છો છો તેવા યોગ્ય બનવાનો પ્રયાસ કરવો એ જ સાચી પ્રતિષ્ઠાનો માર્ગ છે.
· વ્યવહાર
o આહારમાં અને વ્યવહારમાં સ્પષ્ટ રહેનારો સુખી થાય છે.
o મનુષ્યનો વ્યવહાર એ એવું દર્પણ છે કે જેમાં તેની જાત દૃશ્યમાન થાય છે.
o પોતાનાથી મોટા લોકો પ્રતિ વિનયશીલ અને ઉદાર રહો. પોતાના સમવયસ્કોનાં ઘનિષ્ટ
મિત્ર બનો અને તેમનો આદરભાવ રાખો.
પોતાનાથી નાના પ્રતિ દયાભાવ અને ઘનિષ્ટતા રાખો.
o આ દુનિયામાં તમારો કોઈ મિત્ર કે શત્રુ નથી. તમારો પોતાનો વ્યવહાર જ મિત્ર કે શત્રુ
બનાવવા માટે જવાબદાર છે.
o જેવી રીતે ખરાબ વ્યવહાર ચેપી હોય છે. તેવી જ રીતે સારો વ્યવહાર પણ ચેપી હોય છે.
o સામાન્ય મનુષ્યો સાથે કરેલા વ્યવહાર પરથી મહાપુરુષો એમની મહત્તાનો પરિચય આપે છે.
o ધર્મનો સમસ્ત સાર સાંભળો અને સાંભળીને તેનું બરાબર પાલન કરો. જે વ્યવહાર પોતાને
પ્રતિકૂળ સમજાય તે બીજાની સાથે પણ ન કરો.
o બધાને પ્રેમ કરો, થોડાક પર વિશ્વાસ કરો,અન્યાય કોઈને ન કરો.
o આપણાથી વધારે તાકાતવાનના આપણે ભક્ત બની જઈએ છીએ અને ઓછી તાકાતવાળા સામે યમરાજ
જેવું વર્તન કરીએ છીએ.
o સારા વર્તનથી સંપત્તિ વધે છે,સારા વર્તનથી માન મળે છે,સારા વર્તનથી આયુષ્ય વધે છે અને સારા વર્તનથી
જ માણસના ચારિત્ર્યના દોષ દૂર થઇ જાય છે.
o વિનયહીન વિદ્યા, દયાહીન દાન,ભાવહીન ભક્તિ અને સ્નેહહીન માન આ ચારેય અફળ અને દુ:ખદાયી છે.
o બીજાના દુર્ભાગ્ય સમયે સાવધાની રાખીને વર્તન કરવું.
o નાનાં છોકરાઓ રડીને બીજા પાસેથી વસ્તુ મેળવે છે. જયારે મોટા માણસો બીજાને રડાવીને મેળવે છે.
o ઉપર ચઢતી વખતે લોકો સાથે સારો વ્યવહાર રાખવો,કારણ કે નીચે આવતી વખતે એ જ તમને પાછા મળશે.
o વર્તનમાં બાળક બનો, સત્યમાં યુવાન થાવ અને જ્ઞાનમાં વૃદ્ધ થાવ.
o વ્યવહારમાં સુખી રહેવું હોય તો એટલા જ પગ પ્રસારવા કે જેટલી ચાદર લાંબી હોય.
· પુરુષાર્થ / મહેનત
o આળસ શરૂઆતમાં સુખરૂપ હોય છે પણ અંતમાં દુ:ખરૂપ, જયારે પુરુષાર્થ શરૂઆતમાં દુ:ખરૂપ હોય છે
પણ અંતમાં સુખરૂપ.
પણ અંતમાં સુખરૂપ.
o સાચો પ્રયાસ કદી નિષ્ફળ જતો નથી.
o કંઈ ન કરવા કરતાં કંઈક કરવું વધારે સારું છે કારણ કે કર્તવ્ય, કર્મ ન કરનાર જ સૌથી મોટો પાપી છે.
o આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું વધુ સારું છે.
o વારંવાર પ્રયત્ન કરવાથી અસંભવ પણ સંભવ બની જાય છે.
o જેણે વધારે પરસેવો પાડ્યો છે એને ઓછું લોહી બાળવું પડશે.
o જેમ શક્તિ ઓછી તેમ મહેનત વધારે કરવી પડે.
o હું તો પ્રયત્નને જ પરમ સાફલ્ય માનું છું.
o પ્રતિભા મહાન કાર્યોનો પ્રારંભ કરે છે પણ એને પૂરાં તો પરિશ્રમ જ કરે છે.
o આજે જે પુરુષાર્થ છે તે જ કાલનું ભાગ્ય છે.
o પરિસ્થિતિને અનુકૂળ બનાવવાના પ્રયત્નો આજ સુધી ખૂબ કર્યા, હવે પરિસ્થિતિને અનુકૂળ બનવાના પ્રયત્ન કરતા જાવ.
o જેમ ખેતર વગર વાવેલું બી નકામું બને છે તેવી રીતે પુરુષાર્થ વગર પ્રારબ્ધ સિદ્ધિ મેળવતું નથી.
o અસફળતાથી ગભરાયા વગર લગાતાર પ્રયત્ન કરવાવાળા લોકોના ખોળામાં સફળતા જાતે જ આવીને બેસી જાય છે.
o પરિશ્રમ આપણને ત્રણ આફતોથી ઉગારે છે : કંટાળો, કુટેવ અને જરૂરિયાત.
o પરિશ્રમ કરવો તે પ્રાર્થના છે.
o મહેનત એ એવી સોનેરી ચાવી છે જે ભાગ્યના દ્વાર ઉઘાડી નાખે છે.
o ધન એ અથાક પરિશ્રમનું ફળ છે.
· સોનેરી સુવિચાર
o દુનિયામાં બનતી બધી જ ઘટનાઓ યાદ રાખવા જેવી કોઈ મુર્ખામી નથી. ભુલવું એ પણ કળા છે.
o ભુલવા જેવી ઘટનાઓને ભુલતા શીખો ને જીવનમાં ઉતારવા જેવા પ્રસંગોને હૃદયમાં સંઘરતાં શીખો.
o પ્રવૃત્તિની કિંમત તે નાની કે મોટી છે તે પરથી અંકાતી નથી. નાનામાં નાનું કાર્ય કેટલી યોગ્ય બુદ્ધિથી થયું તેના પર જ તેની આંકણી થાય છે.
o મારાપણામાં મમત્વ છે. તે જ માણસને પાડે છે. જગતના બધા કલહોના મૂળમાં મારાપણાનો મોહ છે. જેણે મમત્વ જીત્યું તેણે જગ જીત્યું. જગતની કોઈ ચીજ નથી મારી કે તારી. આટલું સમજાય તો જગત બદલાઈ જાય.
o ઉપરથી ઈશ્વરની અપાર દયા વરસી રહી છે. એ કૃપાની જો મુઠી વાળી દઈશું તો ઉપરવાળો પણ મુઠી વાળી દેશે. વરસતી કૃપાનો હથેળીને સ્પર્શ થાય ન થાય ત્યાં જ એને વહાવી દો. જેમ વહેંચતા જઈશું તેમ વધારે ને વધારે કૃપા વરસતી જશે.
o પોતે ખરેખર જેટલા સારા હોય તેટલા દેખાવાની હિંમત બહુ થોડા લોકોમાં જ હોય છે.
o ઓછો બોલવાનો સ્વભાવ સારો છે, પરંતુ જાણીબૂઝીને કશું જ નહિ બોલો તો તમારા વિશે અનેક પ્રકારની ગેરસમજ પ્રેરાશે.
o મોટાભાગના લોકો બીજા પર પોતાના દોષનો ટોપલો ઢોળી પોતાને નિર્દોષ સાબિત કરવા ટેવાયેલા હોય છે.
o કોઈના વખાણ કરી ના શકતા હો તો કશો વાંધો નહિ, બીજાનાં વખાણ સાંભળી શકો તો યે ઘણું છે.
o જેવી જેની વૃત્તિ તેવો તેને માટે રસ્તો અને જેવો સવાલ તેવો તેને જવાબ.
o મિત્રોની ટીકા ખાનગીમાં કરો, જાહેરમાં તેની પ્રશંસા કરો.
· જીવન એક અમુલ્ય ભેટ છે…
o આજે જયારે તમે કડવા વેણ બોલવાનું વિચારો તે પહેલા –
o એ લોકો વિશે વિચારો જે બોલી નથી શકતા…
o જયારે તમે તમને ન ભાવતા ભોજન વિશે ફરિયાદ કરો તે પહેલા –
o એ લોકો વિશે વિચારો જેની પાસે ભોજન જ નથી…
o જયારે તમે તમારા પતિ કે પત્ની માટે ફરિયાદ કરો તે પહેલા –
o એ લોકો વિશે વિચારો જે હમેશા સાથી મેળવવા માટે પ્રાર્થના કરતા હોય છે…
o આજે જયારે તમારા જીવન વિશે ફરિયાદ કરતા હો તે પહેલા -
o એ લોકો વિશે વિચારો જે ખુબજ જલ્દી સ્વર્ગે સિધાવ્યા છે…
o જયારે તમે તમારા બાળકો વિશે ફરિયાદ કરો તે પહેલા –
o એ લોકો વિશે વિચારો જેઓ એક બાળક માટે કેટલીય માનતાઓ રાખે છે…
o જયારે તમે તમારા નાના ઘર માટે ફરિયાદ કરો તે પહેલા -
o એ લોકો વિશે વિચારો જેઓ શેરીઓમાં રહે છે…
o જયારે તમે તમારી ઓફીસ જવા માટે કલાક ના રસ્તા માટે ફરિયાદ કરો તે પહેલા -
o એ લોકો વિશે વિચારો જેઓ આટલો જ રસ્તો પગપાળા સફર કરે છે…
o અને જયારે તમે થાકો છો અને તમારી નોકરી માટે ફરીયાદ કરો તે પહેલા -
o એ લોકો વિશે વિચારો જેઓ પાસે નોકરી નથી અથવા ડિસેબલ છે….
o અને જયારે તમે બીજાની ખુશી જોઈ અને ફરિયાદ કરો તે પહેલા -
o એ સમજીલો કે દરેકના જીવનમાં એક ય બીજા પ્રકારના દુખો રહેલા જ છે…
o જયારે તમે હતાશ કે નિરાશ થઇ જાઓ ત્યારે -
o તમારા ચહેરા પર સ્માઈલ લાવો અને ભગવાનનો ઉપકાર માનો કે હજુ તમે જીવો છો અને હરીફરી શકો છો…
o જીવન એક અમુલ્ય ભેટ છે – જેને જીવી લો…, માણી લો…, ઉજવી લો…,ખુશીઓથી ભરી દો…
Tag :
SUVICHAR