ભારતના મિસાઈલમેન અને ભારતના
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ નો જન્મ તા. ૧૫/૧૦/૧૯૩૧ ના
દિવસે તમિલનાડુના રામેશ્વરમમાં ધનુષકોડી
ગામમાં એક મધ્યમવર્ગીય મુસ્લિમ પરિવારમાં
થયો હતો. તેમનું આખું નામ અવુલ પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામ હતું. ડૉ. કલામે તેમના નાનપણના દિવસોમાં પૈસાની તંગીનો ખૂબ સામનો કરવો પડ્યો હતો. અબ્દુલ કલામના પિતા
માછીમારોને હોડી ભાડે આપીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા. ડૉ.કલામના પિતા બહુ
ભણેલા નહોતા, પરંતુ તેઓ મહેનતુ અને ધગશવાળા હોવાથી નાનપણથી જ કલામના જીવન
પર પોતાના પિતાની મહેનતનો પ્રભાવ પહેલેથી જ રહ્યો હતો. પ્રાથમિક શિક્ષણનો ખર્ચ
કાઢવા માટે તેઓ ન્યુઝ પેપર વેચતા હતા. બાળપણથી જ તેમને અંતરીક્ષ વિજ્ઞાનમાં ઊંડો
રસ હતો. તેમણે ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ સેન્ટ જોસેફ કોલેજ તિરૂચિરાપલ્લી ખાતેથી
કર્યો હતો. .ઈ.સ. ૧૯૫૮માં તેમણે મદ્રાસ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાંથી અંતરીક્ષ
વિજ્ઞાનમાં ડીગ્રી મેળવી હતી. સ્નાતક થયા પછી તેઓ ઈ.સ.૧૯૬૨ માં ડીફેન્સ રીસર્ચ
એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનમાં પ્રવેશ લીધો. અંતે ત્યાં તેઓએ સફળતાપૂર્વક કેટલાય
ઉપગ્રહોના પ્રક્ષેપણમાં પોતાની મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે અગ્નિ મિસાઈલ અને પૃથ્વી મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ
કર્યું. સ્વદેશી ઉપગ્રહ બનાવવા અને આકાશમાં લોન્ચ કરવા ક્ષેત્રે તેમનું યોગદાન
વિશિષ્ઠ હતું, તેથી તેઓ મિસાઈલ મેન તરીકે ઓળખાયા. ઈ.સ.૧૯૮૦માં રોહિણી
ઉપગ્રહને અવકાશમાં સફળતાપૂર્વક તરતો મૂકવાના કાર્યમાં તેમનું યોગદાન હતું. ભારતના
૧૧મા રાષ્ટ્રપતિ તરીકે ચુંટાઈ આવતા તેઓ ૨૫ જુલાઈ ૨૦૦૨ થી ૨૫ જુલાઈ ૨૦૦૭
રાષ્ટ્રપતિપદે રહ્યા હતા. તેમને અનેક એવોર્ડ અને સન્માન એનાયત થયેલ છે. ભારતનો
સર્વશ્રેષ્ઠ ‘ ભારત રત્ન’ થી સન્માનિત કરવામાં આવ્યા છે. .ઇ.સ.૨૦૧૨માં તેમનો ૭૯મો
જન્મદિવસ યુનાઈટેડ નેશન્સે ‘ વિશ્વ વિદ્યાર્થી દિવસ ‘ તરીકે ઉજવ્યો હતો. તેમને
ડોક્ટર ઓફ ઈજનેરી, કિંગ ચાર્લ્સ મેડલ, વીર સાવરકર એવોર્ડ, ઇન્દિરા ગાંધી એવોર્ડ
વગેરે અનેક એવોર્ડથી સન્માનિત કર્યા છે. તેમણે અનેક પુસ્તકો લખ્યા છે. તેમણે
પોતાના જીવન ઉપર આધારિત ‘ વિગ્સ ઓફ ફાયર’ આત્મકથા લખી છે. તા.૨૭મી જુલાઈ ૨૦૧૫ના
રોજ મેઘાલયના શિલોંગમાં એક કાર્યક્રમમાં તેમની તબિયત બગડી અને તેઓ અવસાન પામ્યા.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.