મેઘનાથ સહા
ભારતમાં મહાન અને આધુનિક ખગોળ ભૌતિકશાસ્ત્રના પિતા મેઘનાથ સહાનો જન્મ તા. ૬/૧૦/૧૮૯૩ના રોજ ઢાકા જિલ્લામાં આવેલ શિવરાતલી ગામમાં થયો હતો. પિતાનું નામ જગન્નાથ અને માતાનું નામ ભુવનેશ્વરી હતું. માધ્યમિક અને ઉચ્ચ કેળવણી ઢાકામાં અને કલકત્તામાં લીધું. ઈ.સ. ૧૯૦૫માં અંગેજ હકુમત બંગાળ વિભાજનના વિરોધમાં આંદોલનમાં મેઘનાથ સહા અને તેમના મિત્રોએ અંગેજ શિક્ષકનું અપમાન કરવાથી તેના દંડ રૂપે શાળામાંથી હકાલપટ્ટી કરી અને ત[મને મળતી શિષ્યવૃત્તિ પણ બંધ કરી હતી. મેઘનાથ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા. તેઓ કલકતા યુનિવર્સીટીની એમ.એસ.સી. પ્રથમ વર્ગમાં પાસ કરી હતી. ગણિતશાસ્ત્રમાં સંશોધન કરી ૧૯૧૮માં ડોક્ટર ઓફ સાયન્સની ઉપાધી મેળવી હતી. તેમણે ઈ.સ. ૧૯૧૬માં કલકતા યુનિવર્સીટીમાં ભૌતિકશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના અધ્યાપક તરીકે રહ્યા. આ પછી તેઓ જર્મની ગયા અને બર્લિનની સાયન્સ કોલેજમાં જોડાયા. તેમણે તારાના રંગપટના સંશોધન વિષે મહાનિબંધ લખ્યો. અલ્હાબાદ યુનિવર્સીટીમાં જોડાયા અને એ એમનું સંશોધનનું મુખ્ય કેન્દ્ર બન્યું. એમને અણુભૌતિક શાસ્ત્ર અને કોસ્મિક કિરણોનું સંશોધન કર્યું.ઈ.સ. ક્ષ-કિરણોની શોધ કરી. ઈ.સ. ૧૯૩૪માં ઇન્ડિયન સાયન્સ કોલેજના પ્રમુખ તેમણે તારાઓના વર્ગીકરણ ઉપરથી શોધ કાઢ્યું કે ‘ ૦ ‘ વગરના તારાના ઉષ્ણતામાન અને વાતાવરણ દબાણ અંગે તેમણે સંશોધન કર્યું.તેમણે નક્ષત્રોના કિરણ ચિત્રોનો ભૌતિક સિધ્ધાંત રજુ કરી વિશ્વ વ્યાપી નામના પ્રાપ્ત કરી હતી. જ્યોતીવિજ્ઞાન અને પરમાણુ સિધ્ધાંત ક્ષેત્રે મહત્વનું યોગદાન છે. ઈ.સ. ૧૯૫૨ માં લોકસભામાં ચૂંટાયા હતા