આજે વર્ષનો મધ્ય દિવસ – ૧૮3 મો દિવસ
આજનો દિવસ તા-૨-૭-૨૦૧૮ સોમવાર. આ ઇસવીસન વર્ષ ૨૦૧૮ નો મધ્ય દિવસ છે. આ વર્ષમાં કુલ દિવસો ૧૮૨+૧+૧૮૨ = ૩૬૫ થાય છે.
તા-૧-૧-૨૦૧૮ સોમવારથી તા-૧-૭-૨૦૧૮ રવિવાર સુધી કુલ ૧૮૨ દિવસો છે. ૨ જી જુલાઈ સોમવાર નો ૧ દિવસ છે, અને તા-3-૭-૨૦૧૮ મંગળવારથી તા-૩૧-૧૨-૨૦૧૮ સોમવાર સુધી ૧૮૨ દિવસો છે. એમ કુલ દિવસો ૩૬૫ છે. આપણા ગુજરાત રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોની કુલ ૧૮૨ સીટો છે.
જે ઈસવીસન વર્ષ લીપ વર્ષ ન હોય એટલે કે જે વર્ષમાં ફેબ્રુઆરીના કુલ દિવસો ૨૮ હોય, તે સામાન્ય વર્ષમાં ૨ જી જુલાઈ વર્ષનો મધ્ય દિવસ હોય છે.
૨૦૧૩, ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૭, ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૧, ૨૦૨૨, ૨૦૨૩ વગેરે જેવા સામાન્ય ઇસવીસન વર્ષોમાં ૨ જી જુલાઈનો દિવસ મધ્ય દિવસ હોય છે. આ વર્ષોમાં ૧ જાન્યુઆરી, ૨ જુલાઈ અને ૩૧ ડીસેમ્બર આ ત્રણ તારીખોએ સમાન વાર હોય છે. જેમકે ૨૦૧૮ માં સોમવાર છે.
જ્યારે લીપ ઇસવીસન વર્ષોમાં કુલ દિવસો ૩૬૬ હોય છે. ૧ જાન્યુઆરીથી ૨ જુલાઈ સુધી કુલ ૧૮3 દિવસો હોય છે. અને 3 જુલાઈ થી ૩૧ ડીસેમ્બર સુધી કુલ ૧૮૩ દિવસો હોય છે. જેમાં ૧૮૩ માં દિવસે વર્ષના બે ભાગ પડે છે.
આ ૧૮3 મો દિવસ અને આ બીજી જુલાઈનો જન્મ દિવસ ઘણા લોકો માટે યાદગાર બની જાય છે.
મારો જન્મ દિવસ ૧૩-૭-૧૯૯૯ મંગળવાર જેઠ વદ અમાસ વિક્રમ સંવત ૨૦૫૫ છે.
શુભાશિષ અને આભાર...સાહેબશ્રી.
Aje din Vishesh 2/7/2018
Tag :
AAJ NO DIVAS
0 C "Aje din Vishesh 2/7/2018"